________________
૨૦૭
ઉત્તર:–“વષકાલમાં જે ક્ષેત્રમાં ચોમાસું રહ્યા, તે પૂર્ણ થવા છતાં પણ,
તે ક્ષેત્રમાં અને બીજા પણ સંવિગ્ન ક્ષેત્રમાં પાંચ ગાઉ સુધીની ભૂમિમાં કારણ સિવાય બે માસ સુધી વસ વિગેરે વહોરવું કલ્પે નહિ” આ હકીકત વિસ્તારથી નિશીથ સત્રના દશમા ઉધેશાની ચર્ણિમાં છે. તેમાંથી નિર્ણય કરવો. અને આ પાઠ મુજબ સાધુઓને ચોમાસા પછી પણ
બે માસ સુધી વસ વિગેરે વહોરવા કલ્પે નહિ. ૩-૭૮૨ા પ્રશ્ન: સાધુ વસાને થીગડું દીએ? કે નહિ? ઉત્તર:- જે સાધુ વસને એક થીગડું દે અને દેવાની અનુમોદના કરે તેને
દોષો થાય અને જે સાધુ કારાણે ત્રણ થીગડા ઉપર ચોથું થીગડું દે તેને પ્રાયશ્ચિત્ત આવે’ આ પ્રમાણે લખાણ નિશીથ સૂત્રના પહેલા
ઉદેશામાં છે. તો આ પાઠ મુજબ સાધુને વોથીગડું દેવું કહ્યું નહિ. ૩-૭૮૩ પ્રશ્ન: પ્રતિક્રમણમુહપત્તિ પડિલેહતા હોય તે વખતે પંચેન્દ્રિય જીવની છીંક
થઈ હોય તો, મુહપત્તિ ફરી પડિલેહવી? કે નહિ? ઉત્તર:-પંચેન્દ્રિયની છીંક થાય તો પણ મુહપત્તિ ફરી પડિલેહવી પડતી નથી,
આ બાબત વિશેષ અક્ષરો જોવામાં આવ્યા નથી, તેથી એમ જણાય છે. ૩-૭૮૪
પષ્ઠિત શ્રી ધીરકુશલ ગણિકૃત પ્રશ્નોત્તરો પ્રશ્ન: સીતાનો જીવ બારમે દેવલોક સીતેન્દ્ર થયો, તે નામ સત્ય છે ?
કે નહિ? ઉત્તર:–અમૃત નામ જ સત્ય છે. ૩-૭૮૫ w: આરતિ ઉતારવી નૈવેદ્ય વિગેરેનું મૂકવું આ વિધિ કયા પુરાતન ગ્રંથમાં
છે? ઉત્તર:-પ્રવચનસારોદ્ધારની ટીકા અને શ્રાદ્ધવિધિ વિગેરે ગ્રંથોમાં પૂજા અવસરે
આરતિ ઉતારવી અને નૈવેદ્ય વિગેરે મૂકવું વિગેરે વિધિ બતાવેલ છે. ૩-૭૮૬ પ્રશ્ન: સમવસરણમાં રહેલ તીર્થંકર મહારાજને સાધુઓ અને શ્રાવકો કઈ રીતે
વાંદે છે? ઉત્તર:–“સમવસરણમાં રહેલ તીથકર દેવને વાંદી સાધુઓ અને શ્રાવકો યોગ્ય
સ્થાને બેસે છે એમ આવશ્યકહારિભદ્રીયટીકામાં લખેલ છે, પરંતુ વંદનની રીતિ કોઈ ઠેકાણે પણ લખેલ નથી. સંભવે છે કે-હાલ વંદનની રીતિ
છે, તે જ હોવી જોઈએ ૩-૭૮૭ના : દિગંબર વિગેરેના મંદિરમાં આપણા આચાર્યોએ પ્રતિષ્ઠિત કરેલી પ્રતિમા