________________
૨૧૧ વખત નીવીનું પચ્ચકખાણ કરે છે, તેથી તેને કલ્પે નહિ. સતત તપમાં તો કારણપણું હોવાથી કહ્યું છે, એકાંત નિષેધ જાણેલ નથી. સાધુઓને
તો પર્વતિથિ વિગેરેમાં વારંવાર પચ્ચકખાણ કરાતું હોવાથી કલ્પ છે.૩-૮૦ R: “કાલે પોસહ કરીશું” એવી ઇચ્છાવાળાને અને “ઉપવાસ કરીશું”
એવી ઇચ્છાવાળાને રાત્રિએ સુખડી ખાવી કલ્પે? કે નહિ? ઉત્તરઃ–પોસહ અને ઉપવાસની ઇચ્છાવાળાને રાત્રિએ સુખડી ખાવી કહ્યું
નહિ, જેને સર્વથા તેના વિના ચાલતું ન હોય, તે રાત્રિના પહેલા બે પહોર સુધી કદાચિત્ સુખડી ખાઇ જાય, તો આગળ કરવાના પોસહનો અને ઉપવાસનો ભંગ થતો નથી. જે પાછલા બે પહોરમાં ખાય તો
પોસહ-ઉપવાસનો ભંગ થાય છે. ૩-૮૦૧ પ્રશ્ન: પુસ્તક, ઉપકરણ વિગેરે પરિગ્રહમાં ગણાય? કે નહિ? ઉત્તર:–ો મૂછ રાખે તો પરિગ્રહ જ ગણાય. ન રાખે તો ન ગણાય.
એ તત્ત્વ છે. ૩-૮૦૨ પ્રશ્ન: સ્થાપના કેટલો કાળ રહે? ઉત્તર:-શાસ્ત્રમાં સ્થાપના બે પ્રકારે કહી છે. ૧ ઇવર. ૨ યાવસ્કથિક.
તેમાં જ્યાં સુધી ઉપયોગ હોય ત્યાં સુધી રખાય, તે ઈશ્વર ગણાય. અને જ્યાં સુધી તેનો નાશ ન થાય ત્યાં સુધી રહે, તે યાવત્રુથિક
કહેવાય છે. ૩-૮૦૩ પ્રશ્ન: જેણે દીક્ષા લેવા માટે લીલોતરીનો ત્યાગ કર્યો હોય, તેને દીક્ષા લીધા
પછી ઘે? કે નહિ? ઉત્તર:-ને પચ્ચકખાણ લેતી વખતે “દીક્ષા લીધા બાદ કલ્પે” એમ રાખ્યું
હોય, તો લીલોતરી કલ્પે છે. નહિંતર તો કલ્પે નહિા ૩-૮૦૪ પ્રશ્ન: બહુ દૂધમાં અથવા દહીંમાં થોડા ચોખા નાંખે તે દૂધ અથવા દહીં
નિવિયાતું થાય? કે નહિ? ઉત્તર:-૯૯હત્વે અહિંન્ને દ્રાક્ષઘાણી અને અલ્પચોખા આ ભાષ્યની
ગાથા મુજબ અલ્પ ચોખા નાંખ્યા હોય તો પણ તે દૂધ અથવા દહીં નિવિયાતું થાય છે. એમ જણાય છે. ૩-૮૦૫
શ્રી પ્રેમવિજ્ય ગણિત પ્રશ્નોત્તરો પ્રશ્ન: નિરંતર ઘણા જીવો મુક્તિમાં જાય છે, પરંતુ મુક્તિમાં સંકડાશ નથી,