________________
૨૧૩ મૈથુનની ચૌભંગી અનુસાર જણાય છે. ૩-૮૧૧ પ્રશ્ન: કમલપ્રભ આચાર્ય તીર્થંકર નામ કર્મ બાંધ્યું હતું. છતાં કયા દોષથી - વિફળ બનાવ્યું? ઉત્તર:–અકસ્માત સ્ત્રીનો સંઘો થઈ ગયો, તે વખતે લિંગીઓએ પ્રશ્ન કર્યો,
તેના ઉત્તરમાં ચોથા અવ્રતના પ્રશસ્તપણાનું નિરૂપણ થઈ ગયું. તેથી તે પ્રમાદે કરી તીર્થકર નામ કર્મ વિફળ કરી નાંખ્યું, એમ પ્રસિદ્ધિ
છે. ૩-૮૧૨ા પ્રશ્ન: નવકારમંત્ર અને શત્રુંજ્યનું નામ આ બે ગણવામાં આવે તો તે
બનેયમાં અધિક લાભ શેમાં છે? ઉત્તર:-જે ગણવામાં ચિત્તનો ઉલ્લાસ અધિક થાય, તેને તે ગણવામાં અધિક
લાભ થાય છે. પરંતુ તે બન્નેયના મહિમાનો પાર નથી.૩-૮૧૩ પક ભગવાન મહાવીર પ્રભુએ કાનમાંથી ખીલા ખેંચી કાઢયા, તે વખતે
મોટી ચીસ કેમ પાડી? કેમકે-પ્રભુ તો અનન્નબળી છે? ઉત્તર:–અનન્નબળવાળાપણું ભગવાનને ક્ષાયિક વીનિ આશ્રયીનેજ હોય છે,
એમ અખિયવાના નિવરિલા આ પાઠના વ્યાખ્યાનમાં બતાવેલ છે. તેથી પ્રબળ પીડાએ કરી ભગવાને છઘસ્થપણામાં ચીસ પાડી દીધી.
તેમાં કાંઇપણ અયુક્તપણું નથી.i૩-૮૧૪. પડિતશ્રી નાકર્ષિગણિ શિષ્ય હર્ષવિજય ગણિત પ્રશ્નોત્તરો પ્રશ્ન: છ માસ ઉપર દેવશયા ખાલી રહેતી નથી, તો અવન્તીસુકુમાર નલિની ગુલ્મ
વિમાનમાં બત્રીશ વર્ષોએ કેવી રીતે ઉપજી શક્યા? ઉત્તર:–અવન્તી સુકુમારને ઉપજવામાં વિમાન તો તે જ કહ્યું છે, પણ શવ્યા
પ્રથમ હતી તે જ કહી નથી, તેથી કાંઈપણ વિરોધ આવતો નથી. ૩-૮૧૫ા : એક કુલના વિદ્યમાન કેટલા પુરુષોએ કરી કુલકોટી કહેવાય? અને
તેમાં ઉત્તમ મધ્યમ અને જઘન્ય ભેટવાળા કેટલા પુરષ હોય? ઉત્તર–એક કુલના ૧૦૮ પુરૂષો વિદ્યમાન હોય, તે કલકોટી કહેવાય, એમ
પ્રસિદ્ધિ છે. તેમાં ઉત્તમ મધ્યમ અને જઘન્ય ભેદો જાણ્યા નથી. તેમજ તેના વ્યક્ત અક્ષરો શાસ્ત્રમાં જોયા નથી.i૩-૮૧૬