________________
૨૧૨ અને સંસાર ખાલી થતો નથી. તેમાં સંત કયું છે? ઉત્તર:-જેમ ભૂમિની માટી વરસાદના પાણીથી ઘસડાતી સમુદ્રમાં નિરંતર
જાય છે, તો પણ સમુદ્ર પૂરાઈ જતો નથી અને ભૂમિમાં ખાડો પડતો
નથી. તેવી રીતે મુક્તિમાં આ દૃષ્ટાંત જાણવું. ૩-૮૦૬ પ્રશ્ન: કંડરીક એક હજાર વર્ષ સુધી ચારિત્ર પાળીને ભગ્ન પરિણામથી ચારિત્ર
છોડી એક દિવસ વિષયસુખ ભોગવી નરકે ગયો, તેને ચારિત્ર પાળ્યાનું
ફળ આગળ ઉદય આવશે? કે નહિ? ઉત્તર:-તેના ફળ વિપાકમાં નિયમ નથી. અને આની વિશેષ હકીકત જોવામાં
આવી નથી.૩-૮૦૭ પ્રશ્ન: ચક્ષુ વિનાનો બ્રહ્મદરચકી રાત્રિએ એક લાખ બાણું હજાર રૂપે વિદુર્વે
છે, તે રૂપો ચહ્ન વિનાના હોય? કે સ્વાભાવિક હોય? ઉત્તર –જે રૂપો વિફર્વે છે, તે પ્રાયે કરી ચક્ષુ વિનાના હોય છે. ૩-૮૦૮ પ્રશ્ન: નવમા વાસુદેવ દ્વારિકામાં થાય? કે અન્ય કોઈ નગરમાં થાય? ઉત્તર:–અવસર્પિણીમાં નવમો વાસુદેવ દ્વારકાનગરીમાં થાય છે, એમ શાસ્ત્ર
અનુસાર જણાય છે અને વૃદ્ધપુરુષોનું કથન પણ તેમજ ચાલ્યું આવે
છે. ૩-૮૯ પ્રશ્ન: શ્રાવક અભિમાનથી કે બીજાએ ભણાવેલ પૂજાની સ્પર્ધા થકી સત્તરભેદી
પૂજા ભણાવે, તેને શું ફળ થાય? ઉત્તર:-મુખ્યવૃત્તિએ તો અભિમાન વિગેરે દોષો દૂર કરીને કેવળ “વીતરાગની
ભક્તિ થાય” તે બુદ્ધિથી પૂજા ભણાવવી જોઇએ. છતાં કોઈ અભિમાન વિગેરેથી પૂજા ભણાવે તો તેને તેવું ફળ ન મળે. ૩-૮૧૦ શ્ન: કોઈ સતીને સંકડામણમાં આવી જવાથી શીલનું ખંડન થઇ જાય, તો
તેનું સતીપણું જાય કે રહે? ઉત્તર:બલાત્કારે શીલખંડન કરવામાં સતીને દ્રવ્યથી સતીપણું જાય છે, પણ
ભાવથી સતીપણું જતું નથી, એમ કેટલાક માને છે. ત્યારે બીજામહાપુરષો તો કહે છે કે દ્રવ્યથી સતીપણાનું ઉલ્લંઘન થયું છે, છતાં પણ દ્રવ્યથી પણ સતીપણું જતું નથી, એમ દશવૈકાલિકટીકા તથા ચૂર્ણિમાં બતાવેલ