________________
૨૧૦
પૂજા કરાય છે, તે પણ દ્રવ્ય પૂજા કહેવાય છે. (ત્યાગી સાધુપણાને લીધે દ્રવ્યપૂજાનાં ઉપકરણો તેમની પાસે ન હોય, અને મહાવ્રતનો આચાર પાળવાનો હોવાથી, દ્રવ્યપૂજા ન કરી શકે, પરંતુ તેટલાથી કારણ વિશે
દ્રવ્યપૂજાનો નિષેધ થતો નથી. આ તાત્પર્ય હશે?) ૩-૭૯૫ા પ્રશ્ન: એકવિંશતિસ્થાનકમાં નેમિનાથ ભગવાનને અગીઆર ગણધરો કહ્યા છે,
અને કલ્પસૂત્રમાં ૧૮ કહ્યા, તે કેવી રીતે? ઉત્તર:- ૧૧ ગણધરો એકવિંશઠાણ તેમજ સપ્તતિશતહાણ, પ્રવચનસારોદ્ધાર,
આવશ્યક વિગેરે ગ્રંથોમાં કહેલા છે. કલ્પસૂત્રમાં ૧૮ કહ્યા છે. આ
પ્રમાણે ભેદ પડે છે, તે મતાંતર જાણવું. ૩-૭૯૬૫ પ્રશ્ન: નવેય વાસુદેવોનું શરીરબળ સરખું હોય? કે જૂન અધિક હોય? ઉત્તર-અવસર્પિણી કાળના પ્રભાવે તેઓનું શરીરબળ ન્યૂનાધિક પણ હોય
છે, કેમકે પહેલા વાસુદેવે કોટીશીલા છત્ર સુધી ઊંચી ઉપાડી અને
નવમા વાસુદેવે ભૂમિથી ફક્ત ચાર આંગુલ સુધી ઉપાડી છે. ૩-૭૯૭ના પ્રશ્ન: કાર્તિક અમાવાસ્યાની રાત્રિમાં શ્રી મહાવીર-સર્વજ્ઞાય નમઃ આ પદ ગણાય
છે. તે શા માટે છે? અને કયા દિવસે જ્ઞાન થયું? ઉત્તર:–મહાવીરભગવતે સર્વજ્ઞપણાએ દેશના આપી છે, માટે શ્રી મહાવીર-સર્વજ્ઞા
નમ: ગણાય છે. અને મધ્ય રાત્રે (રાત્રિ પછી) મુક્તિ ગયા છે,
તેથી શ્રી મહાવીર પાતાય નમ: આ ગણાય છે.૩-૭૯૮૫ પ્રશ્ન: નિર્વાણ વખતે ભગવાને ૧૬ પહોર દેશના આપી, તે કયા દિવસથી
માંડી કયા દિવસમાં પૂરી થઈ? ઉત્તર:-ચૌદશના દિવસથી માંડી અમાવાસ્યાની પાછલી રાત્રિની બે ઘડી
બાકી રહી ત્યારે પૂર્ણ થઈ સંભવે છે. કેમકે-“અમાવાસ્યામાં ર૯ મુહૂએ નિવણ થયું” એમ કહેલ છે, તેથી ૧૬ પહોર તો તેના પહેલાં થઈ જવા જોઇએ. ૩-૭૯૯
| શ્રી રવર્ધન ગણિકૃત પ્રશ્નોત્તરો. : શ્રાવકને નીવીના પચ્ચકખાણમાં સાધુની પેઠે નિવિયાતું કલ્પે? કે નહિ? ઉત્તર:- સાધુઓને અને શ્રાવકોને મુખ્ય રીતીએ નિવિયાતું કહ્યું નહિ. કારણ
હોય તો ધે છે. આવા અક્ષરો શાસ્ત્રમાં છે, અને શ્રાવક કોઈક