________________
૨૯
વૈશ્રમણ દેવ શકના હુકમથી બત્રીશ કોડ હિરણ્ય, બત્રીશ કોડ સુવર્ણ બત્રીશ નંદાસણ અને બત્રીશ ભદ્રાસનો તીર્થકર ભગવાનના જન્મભવનમાં મૂકે છે.” આ પાઠ આવશ્યક બ્રહવૃત્તિમાં છે. “કુંડલ અને વસ્ત્રયુગલ ઓશીકે મૂકીને ઈકોએ શ્રીદામ અને નંદામે કરી વ્યાખ એવો સોનાનો દડો ચંદરવામાં બનાવ્યો, અને બત્રીશકોડ રન, સુવર્ણ અને રૂપાની વૃષ્ટિ કરીને આભિયોગ દેવો પાસે બાઢ ઉઘોષણા કરાવી,” આ પ્રમાણે કલ્પરિણાવલીમાં છે. તેથી સમજાય છે કે “દવે બત્રીશકોડ પ્રમાણ વૃષ્ટિ કરી હતી.”૩-૭૯૨
ગણિ શ્રી હેમસાગરકૃત પ્રશ્નોત્તરો પ્રશ્ન: સંગમ ગોવાળીઆએ જ્યારે સાધુને ખીર વહોરાવી ત્યારે તેને સમકિત
હતું કે નહિ? અને સમકિત વિના તેવા પ્રકારના બહોળા સુખની
પ્રાપ્તિ કેવી રીતે થઇ? ઉત્તર:–તેને તેવા પ્રકારની સુખની પ્રાપ્તિ તો ભદ્રિકપરિણામ વિશેષના માહાત્મથી
થઈ છે, એમ જાણવું. ૩-૭૯૩ YA: दक्खिन्न दयालुत्तं, पियभासित्ताइ विविहगुणनिवहं।
सिवमग्गकारणं जं, तमहं अणुमोअए सव्वं ॥१॥ સેલા નવા પરા પ્રમાણ મviારા
આ આરાધનાપતાકાની ત્રણ ગાથા અનુસાર મિબાષ્ટિઓનું દાક્ષિણ્ય અને દયાળુપણું વગેરે પ્રશંસવા લાયક છે? કે નહિ? ઉત્તર:- આ આરાધનાપતાકાની ત્રણ ગાથામાં સાધુ, દેશવિરતિ અને સમકિતી
કે જે જિનશાસન સંબંધિઓ છે તેના સિવાય બીજાઓના દાક્ષિણ્ય, દયાળુપણું વિગેરે ગુણોની પ્રશંસા કરેલી છે. તેમાં કાંઇ અયુક્ત જણાતું
નથી. કેમકે આ ગુણો જિનેશ્વરોએ દરેકને મેળવવાના જ કહેલા છે.. ૩-૭૯૪ પ્રશ્ન: સાધુઓને ભાવપૂજા કરવી કહી છે, પણ પ્રતિષ્ઠામાં અંજનશલાકા કરવામાં
દ્રવ્યપૂજા થાય છે, તેનું કેમ? ઉત્તર:- સાધુઓને બાહુલ્યતાથી ભાવપૂજા બતાવી છે. અને શ્રાવકોને દ્રવ્યપૂજા
કહી છે. પરંતુ આમાં એકાન્તપણું જાણ્યું નથી. કેમકે-ઠાણાંગસૂત્રમાં પુર ના પૂગાવેઃ આમાં ચૌભંગી છે. આનો અર્થ કરતાં સાધુઓને એકાંત દ્રવ્યપૂજાનો નિષેધ જાણ્યો નથી. કેમકે-અંગરાગે કરી યતિપતિઓની
સિન m૨૭-]