________________
૨૦૫ તેવા અક્ષરો શાસ્ત્રમાં જોવામાં આવ્યા નથી. તેથી જેમ જ્યણા થાય,
તેમ કરવું જોઈએ. પણ જેમ તેમ સંખારો નાખી દેવાય નહિ.૩-૭૭૧ 4: સાધુ નદી ઉતરીને સંવચ્છરી સામણા કરવા જાય? કે નહિ? ઉત્તર:–નદી ઉતરીને સાધુઓને સામણા કરવા જવાની પ્રવૃત્તિ જાણી
નથી. ૩-૭૭૨ પ્રશ્ન: રાયપાસેણીમાં દેવલોકના સ્વરૂપમાં વનખંડ-વૃક્ષ-લ અને ફુલો વિગેરે
કહ્યાં છે, તે બધાં પૃથ્વીપરિણામરૂપ છે ? કે ખુદ વનસ્પતિ સ્વરૂપ છે? તેમજ પુષ્કરાણી વિગેરે વાવડીમાં માછક્લાં કહ્યાં છે, તે જીવપરિણામરૂપ
છે? કે આકારમાત્ર છે? ઉત્તર:–“દેવલોકોમાં વનખંડ વૃક્ષ વિગેરે છે” એમ કહ્યું છે, તે વનસ્પતિરૂપ
છે અથવા પૃથ્વીપરિણામરૂપ છે. જો કે ત્યાં રત્નરૂપ પૃથ્વી છે તોપણ એવી કોમળ છે કે વનસ્પતિને ઉગવામાં કોઈ બાધા આવતી નથી. તેમજ વાવડીઓમાં જે માછલાં વિગેરે બતાવ્યા છે, તે આકારમાત્ર સંભવે છે, કેમકે દેવલોકની વાવડીમાં માછલાં વિગેરે જલચર જીવોનો નિષેધ
સૂચવનારી ગાથાઓ જોવામાં આવે છે. ૩-૭૭૩ પ્રશ્ન ઉપધાન તપ પૂરું થઈ ગયું હોય તો, શેષ રહેલા પવેણામાં દિનવૃદ્ધિ
થાય કે નહિ? ઉત્તર:–ઉપધાનના બાકી રહેલ પણાઓમાં દિવસ વધવાના પ્રસંગો આવે,
તો દિવસવૃદ્ધિ થાય છે. ૩-૭૭૪ પ્રમ: આખો દિવસ દેશાવકાશિત કરાય છે તેને ઉચ્ચરવાનો અને પારવાનો
વિધિ જણાવવો, તેમજ તેમાં સામાયિક લેવું અને પારડું સૂઝે? કે
નહિ? તથા દેશાવગાશિક સાથે સામાયિક ઉચ્ચરાય? કે નહિ? ઉત્તર:– દશાવકાશિકનો વિધિ ફેલાવસિ૩વમોગપરિમો પરાજ ઈત્યાદિક
જોવામાં આવે છે, પરંતુ પારવાનો વિધિ જાગ્યો નથી. તેમજ તેમાં સામાયિક લેવું, પારવું સૂઝે છે અને તેની સાથે સામાયિક લેવું પણ
સૂઝે છે. ૩-૭૭૫ા. પ્રશન: ઉપધાનમાં પાળી પલટાય કે નહિ? ઉત્તર: ઉપધાનમાં ઉપવાસ વિગેરે તપ કરાવવાનો વારો હોય, છતાં તેવા
પ્રકારના કારણથી નિધિ કરાવી શકાય છે, એટલે પાળી પલટી શકાય છે..૩-૭૭૬