________________
૧૯૨
અધિકારમાં છે, આ પ્રમાણથી દરેક શ્રાવકને પણ મુહપત્તિ વિગેરે ગ્રહણ કરવું જોઈયે. અને અનુયોગદ્દાર વિગેરેમાં પણ સ્પષ્ટ જ અક્ષરો છે. ॥ ૩-૭૧૫ ॥ પ્રશ્ન: મતાન્તરીય સાધુ મળે અથવા તે પ્રથમ નમસ્કાર કરે તો કેટલાક આપણા સાધુઓ મથએણવંદામિ બોલે છે, અને કેટલાક બોલતા નથી, તેમા જે રીતે હોય તે જણાવવા પ્રસાદી કરવી.
ઉત્તર :— આગળથીજમતાંતરીય સાધુઓએ આપણને નમસ્કાર ર્યો હોય, તો અવસર મુજબ કરવું. ॥ ૩-૭૧૬ |
પ્રશ્ન: શ્રાવકો બારવ્રતના પોસહ શરૂ કરે, ત્યારે પ્રારંભના દિવસે આયંબિલ કરાવાય ? કે એકાશન કરાવાય ? અને ભોજનમાં લીલું શાક વિગેરે કલ્પે ? કે નહિ?
ઉત્તર :— શ્રાવકોને બાર વ્રતોના પોસહમાં યથાશક્તિ તપ કરવું. અને લીલું શાક વિગેરે તો કારણ વિના કલ્પે નહિ. ॥ ૩-૭૧૭ ॥ પણ્ડિત શ્રી શ્રુતસાગરગણિકૃત પ્રશ્નોત્તરો
પ્રશ્ન: મૂળાના પાંદડામાં અનન્તકાયપણું છે? કે પ્રત્યેકપણું છે?
ઉત્તર :— મૂળાનો કાંદોજ અનન્તકાય છે, તેના પાંદડા વિગેરે અનન્તકાય નથી. ॥ ૩-૭૧૮ II
પ્રશ્ન: ઉત્સૂત્રભાષીઓ સમકિતી હોય કે? મિથ્યાદષ્ટિ હોય ?
ઉત્તર :~
- ઉસૂત્રભાષીઓ મિથ્યાદષ્ટિ હોય; તેમાં કોઇ પણ વાદવિવાદ નથી. सूत्रोक्तस्यैकस्याप्यरोचनादक्षरस्य भवति नरो मिथ्यादृष्टिः
“સૂત્રના એક અક્ષરની પણ અરુચિ કરે, તો માણસ મિથ્યાદષ્ટિ બને છે.” આ પાઠ છે ॥ ૩-૭૧૯ ॥
પ્રશ્ન : દેવગત થયેલાના વાર્ષિક દિવસે માનેલા ધ્યે કરી કોઈ સંવચ્છરી વિગેરે પર્વોના પોસાતીઓને જમાડે; તેમાં સમકિતીઓને જવું ઉચિત છે? કે નહિ ?
ઉત્તર :— મરણ પામેલાનું વાર્ષિક કૃત્ય કાંઈ જુદું કરીને જે પોસાતીઓને જમાડે તો તેમાં જવું સમકિતીઓને ઉચિત જ છે. અન્યથા તો ઉચિત લાગતું નથી. હાલમાં મોટા શહેરોમાં પ્રવૃત્તિ પણ તેવી જ છે.
૩-૭૨૦॥