________________
૨૦૧
પષ્ઠિતશ્રી જીવવિજય ગણિકૃત પ્રશ્નોત્તરો પ્રશ્ન: પાલણપુરના મંદિરમાં દરરોજ ૫૦ વીસલપિયનાણાનો ભોગ કહેલો
છે, તો તે નાણું કયા નામવાળું કહેવાય છે? ઉત્તર:-વીસલદેવ રાજાએ પાડેલું નાણું, તે વીસલપ્રીય નામનું તે કાલનું
કોઈ નાણું વિશેષ સંભવે છે. તે હાલમાં પ્રસિદ્ધ નથી. પરંતુ “છત્રીશમુડા મોએ કરી વીસલપ્રીય નાણું ૬૨ લાખ વીસ હજાર અને આઠસો
થાય” એ પ્રમાણ કહેલ છે. ૩-૭૫૩ પ્રશ્ન: શ્રાવિકા દેરાસરજીમાં અને ઘર દેરાસરમાં પ્રતિમાની પખાળ કરે? કે
નહિ? તથા યૌવન અવસ્થામાં દેવપૂજા કરે? કે નહિ? ઉત્તર:-શ્રાવિકા નગરદેરાસર અગર ઘરદેરાસરમાં પખાળ કરી શકે છે. તેમજ
યુવાન અવસ્થામાં પૂજા પણ કરી શકે છે, જેમ જ્ઞાતા ધર્મકથામાં દ્રૌપદીએ પખાળપૂર્વક પૂજા કરી હતી તેમ જાણવું. ૩-૭૫૪
પણ્ડિતશ્રી જસસાગર કૃત પ્રશ્નોત્તરો પ્રશ્ન: શ્રી તીર્થકરના સમવસરણમાં બલિ લાવે છે, તે રાંધેલો હોય, કે રાંધ્યા
વિનાનો હોય ? ગચ્છમાં તો “રાંધ્યા વિનાનો બલિ” એમ કહેવાય
છે, અને મલયગિરિ આવશ્યક ટીકામાં તો રાંધેલો બલિ બતાવે છે. ઉત્તર:-શ્રીતીર્થંકરદેવના સમવસરણમાં બલિ રાંધેલો હોય એમ જણાય
છે. આ ૨-૭૫પો - પ્રજ: શ્રાવકોને ચઉસરણપયગ્નો કેમ ભણાવાય છે ? કેમકે સાધુઓને તો
યોગ સિવાય ભણાવાતો નથી, અને શ્રાવકોને તો યોગ વિના પણ ભાગાવાય છે, તેમાં શું શાસ્ત્ર બલવાન છે ? કે ગચ્છસામાચારી બલવાન
ઉત્તર:– ચઉસરણ વિગેરે ચારપયન્ના આવશ્યક સૂત્ર પેઠે બહુ ઉપયોગી હોવાથી,
ઉપધાન યોગવહન કર્યા સિવાય પણ પરંપરાએ ભણાવાતા હોય, એમ
જણાય છે, માટે આમાં પરંપરા જ પ્રમાણ છે. ૩-૭૫૬ પ્રશ્ન: મૂર્ત કર્મોનો અમૂર્ત જીવ સાથે વઅિયપિંડન્યાયે કરી સંબંધ કેવી રીતે ઘટે?
સિન પ્રશ્ન-૨૬.]