________________
૧૯૯ પ્રશ્ન: પોસાતી શ્રાવકો કેટલી ભૂમિ સુધી જઈ શકે? ઉત્તર: પોસાતી શ્રાવકો ઈર્યાસમિતિ વિગેરેનું પાલન કરી ધર્મને માટે ઇચ્છામુજબ સુધી જઈ શકે છે, આમાં ભૂમિના પ્રમાણનો નિયમ નથી. ૩-૭૪૩
પષ્ઠિતશ્રી અમરચન્દ્ર ગણિકૃત પ્રશ્નોત્તરો. પ્રશ્ન: જિનપ્રતિમાજીને ચંદનની પેઠે કસ્તૂરીનો લેપ કરાય? કે નહિ? ઉત્તર:-પ્રતિમાજીને કસ્તૂરીનો લેપ ન કરવાના અક્ષરો ગ્રંથમાં નથી. પણ
ઉલટા સામાન્યથી કસ્તૂરીના લેપ કરવાના અક્ષરો શ્રાદ્ધવિધિ વિગેરેમાં છે. અને પૂજામાં ચંદન વિગેરેના ઘોળમાં હાલમાં પણ કસ્તૂરી વપરાતી
જેવામાં આવે છે. ૩-૭જા પ્રશ્ન: સાંજના પ્રતિકમણની પેઠે સવારના પ્રતિકમણમાં શ્રાવકોને સાધુથી આદેશ
અપાતો નથી, તેનું શું કારણ? ઉત્તર:-“પ્રભાતનું પ્રતિક્રમણ ઊંચા સાદે ન કરવું” એવી આગમની મર્યાદા
છે; જે આદેશ આપવામાં આવે, તો સૂત્ર સંભળાવવા માટે શ્રાવક ઊંચા સાદે ભણાવે, તો સૂત્રમર્યાદાનો ભંગ થઈ જાય, માટે પ્રભાતે
આદેશ અપાતો નથી. II ૩-૭૪૫ : શ્રાવકોને ગોત્રદેવીની પૂજામાં મિથ્યાત્વ લાગે? કે નહિ? ઉત્તર:-જેનું તેવા પ્રકારનું વૈર્ય હોય, તેણે ગોત્રદેવીની પૂજા મહારાજા કુમારપાલની
પેઠે કરવી જ નહિ. અને શૈર્ય ન હોય તો કદાચિત તેની પૂજામાં પણ ઉચ્ચરેલ સમકિતનો ભંગ થતો નથી. કેમકે-દેવાભિયોગરૂપ-છીંડી ઉચ્ચરતી
વખતે મોકળી રાખવામાં આવી હોય છે. તે ૩-૭૪૬ પ્રશ્ન: આંચલિકોએ પ્રતિષ્ઠિત કરેલા પ્રતિમાજી પૂજાય? કે નહિ? ઉત્તર:-આંચલિકોએ પ્રતિષ્ઠિત કરેલી પ્રતિમાજી પણ બાર બોલના પટ્ટને
અનુસાર ગુરુવચનથી પૂજ્ય જ છે. અને “સર્વની અનુજ્ઞા અને સર્વનો
નિષેધ પ્રવચનમાં નથી” આ વચન આ બાબતમાં લક્ષ્યમાં રાખવું. ૩-૭૪૭. પ્રશ્ન: ચારેય લોકપાળ દેવો કેટલી નિકાયમાં છે? ઉત્તર-વૈમાનિક અને ભવનપતિ એ બે નિકાયમાં ચારેય લોકપાળ દેવોનો
સદ્ભાવ સંગ્રહણીટીકા વિગેરેમાં કહેલ છે. ૩-૭૪૮