________________
૧૯૭૩
उक्कोसेणं
ગોમા! जहनेणं अंतोमुहुत्तं, अनंतकालं अवड्ढपोग्गलपरिअट्टं च देसूणं । सुअनाणि - ओहिनाणि - मणपज्जवनाणीणं एवं चेव, केवलनाणिस्स नत्थि अंतरं
जाव
“હે ભગવાન્ ! આભિનિબોધિક જ્ઞાનીને કાલથી કેટલું અંતર હોય ? હે ગૌતમ! જઘન્યથી અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટથી અનંતો કાલ યાવત્ દેશોન અર્ધપુદ્ગલપરાવર્તનકાલ આભિનિબોધિક જ્ઞાનીને હોય છે. એ પ્રમાણે શ્રુતજ્ઞાની અવધિજ્ઞાની અને મન:પર્યવજ્ઞાનીનું જાણવું, અને કેવલજ્ઞાનીને આંતરું નથી.’’
આ પાઠથી અવધિજ્ઞાનીઓ અને મન:પર્યવજ્ઞાનીઓ અનન્તા ભવ કરે, તેમ જણાય છે. ॥ ૩-૭૩૬ ॥
પણ્ડિતશ્રી ગુણવિજય ગણિકૃત પ્રશ્નોત્તરો.
પ્રશ્ન: અભવ્ય પાદપોપગમન નામનું અણસણ કરે ? કે નહિ ?
ઉત્તર :— જેમ અભવ્ય દ્રવ્યક્રિયાથી નવમાત્રૈવેયકના આયુષ્યબંધને યોગ્ય ઉત્તમ સામાચારીવાળું ચારિત્ર પાળે છે, તેમ પાદપોપગમન અણસણને પણ કરે છે, માટે તેનો તેને અસંભવ નથી. ॥ ૩-૭૩૭૫
પ્રશ્ન: તીર્થંકર મહારાજાઓ વાર્ષિક દાનવખતે ઉત્તમ પ્રકારની દાન લેવા આવવાની ઉદ્ઘોષણા કરાવે ત્યારે તે દાન શ્રાવક અને સ્ત્રી ગ્રહણ કરે છે? કે નહિ ?
ઉત્તર :— તીર્થંકર દાન અવસરે શાતાધર્મ ક્થા વિગેરેમાં સનાથ, અનાથ, મુસાફર, કાર્પેટિક વિગેરે યાચકોનો દાનગ્રહણનો અધિકાર જોવામાં આવેલ છે. પણ વ્યવહારીઆઓનો દેખાતો નથી. તેથી કોઈ શ્રાવક પણ યાચક થઈને ગ્રહણ કરતો હોય, તો ભલે ગ્રહણ કરો. પણ સ્ત્રીનો તો પ્રાય: ત્યાં અધિકાર દેખાતો નથી. ૩-૭૩૮ ॥
પ્રશ્ન: (૧) બલદેવ (૨) કર્ણ (૩) દ્વૈપાયન અને (૪) શંખ આવતી ચોવીશીમાં તીર્થંકરો થશે, તેઓ (૧) નવમાબલદેવ (૨) કુંતિનોપુત્ર (૩) દ્વારકાને બાળનાર અને (૪) વીરભગવાનનો પ્રથમ શ્રાવક આ ચાર થશે ? કે કોઈ બીજા થશે?
ઉત્તર :— “વીરભગવાનના પ્રથમ શંખશ્રાવક સિવાય બીજા શંખનો જીવ તીર્થંકર