________________
૧૮૭
બન્નેનું મળતાપણું તો છમ્માસાક્ષેત્તે આ પદમાં પ્રાકૃતશૈલીએ ષણ્માસ આયુષશબ્દમાંથી સપ્તમીવિભકિતના એકવચનનો લોપ કરવાથી શિષ્યતે-વિશિષ્યતેઽધિવિતે કૃતિ રોષ ઃ આ વ્યુત્પત્તિ કરી તેથી શેષ શબ્દ, અધિકવાચી બનાવ્યો, તેથી “કાંઈક અધિક છમાસ આયુષ” એવો અર્થ કરવાથી જાણવું, અથવા છમાસ શબ્દથી અધિકશબ્દનો લોપ થયેલો માન્યો, તેથી જાણવું. ॥ ૩-૬૯૧ ॥
પ્રશ્ન નારકી કરતાં નિગોદના જીવને અધિક દુ:ખ હોય? કે નિગોદ કરતાં નારકીને અધિક દુ:ખ હોય?
ઉત્તર :——નિશ્ચયથી નારકી કરતાં નિગોદના જીવને જન્મ મરણ વિગેરે અને એક શરીરમાં અનંતા જીવોનું રહેવું વિગેરે રૂપ અધિક દુ:ખ છે, પરંતુ તેઓ મૂર્છિત અવસ્થાદિકવાળા છે, તેથી અતિદુ:સહ નથી. વ્યવહારથી તો નિગોદ કરતાં નારકીઓને પરમાધામિકોએ કરેલ વેદના વિગેરે સ્વરૂપ મોટું દુ:ખ છે. એમ વૃદ્ધોનું કથન છે. ॥ ૩-૬૯૨ ॥
પ્રશ્ન : લાંબા કાળના અને અલ્પકાળના નિગોદજીવોને સરખું દુ:ખ હોય? કે ન્યૂનાધિક હોય ?
ઉત્તર :— તેઓને વ્યવહારથી તો સરખું મનાય છે. નિશ્ચયથી તો કેવળિગમ્ય છે. ॥ ૩-૬૯૩ ॥
પ્રશ્ન: અનાદિ નિગોદના જીવો કયા કારણોથી બહુ કર્મ બાંધીને નિગોદમાં પડયા રહે છે?
ઉત્તર :— પ્રવાહની અપેક્ષાએ અનાદિકર્મના સંબંધે ત્યાં રહે છે. ૫૩-૬૯૪૫
-
પ્રશ્ન: કેટલાક નિગોદજીવો લઘુકમી થઈને વ્યવહાર રાશિમાં આવે છે. તેઓને લઘુકીપણું થવામાં શું કારણ હોય ?
-
ઉત્તર :— તેઓને લઘુકીપણામાં તથાભવ્યત્વનો પરિપાક વિગેરે કારણ છે. ॥ ૩-૬૯૫॥
પ્રશ્ન: શ્રીરાયપસેણીયમાં સૂર્યાભદેવના શીઘ્રગમનનામના વૈક્રિયવિમાનનું અંદરની ભૂમિકાનું જે વર્ણન તેમાં પાંચવર્ણના રત્નોનું જે વર્ણન છે તેમાં પાંચવર્ણવાળાં અશોક-કણવીર-બંધુજીવ વૃક્ષો લીધેલાં છે, અને ટીકામાં પ્રસિદ્ધ છે, એમ વ્યાખ્યા કરી છે, તે વૃક્ષો કર્યાં? અને તેઓને શું પાંચવર્ણોવાળાં પુષ્પો હોય?