________________
૧૮૯
કરવામાં” એમ કહ્યું, તો ઉપવાસ કરવામાં મિથ્યાવસ્થાન કેમ હોય? ઉત્તર-નિયમિત તપના દિવસ ચૌદશ, આઠમ જ્ઞાનપંચમીમાં ઉપવાસ ન
કરે, અને સર્વ અગીઆરસે ઉપવાસ કરે તો મિથ્યાત્વસ્થાન થાય છે
એમ જણાય છે. / ૩-૭૦૨ II પ્રજ: અન્યગચ્છોના સમકિત દેશવિરતિ ઉચ્ચરાવવાના વિધિપત્રોમાં સમકિતના
આલાવાના છેલ્લા ભાગે રાજાભિયોગ વિગેરે છ આગારોની પેઠે બારવ્રતોના આલાવામાં પણ તે છ આગારો લખેલ છે, તેઓનો બારવ્રત વિગેરેમાં
ઉચ્ચાર કરવો વ્યાજબી છે? કે નહિ? ઉત્તર:- આવશ્યક નિર્યુક્તિ અને ઉપાસકદશાંગ વિગેરેમાં શ્રાવકોને સમકિત
ઉચ્ચરાવવામાં છ આગારો બોલવા કહ્યા છે; પણ બાર વ્રતના ઉચ્ચારમાં નથી, તેથી સમકિત ઉચ્ચરાવવામાં જ રાજાભિયોગ વિગેરે છ આગારોનું
બોલવું યુક્તિયુક્ત ભાસે છે. મેં ૩-૭૭૩ .. પ્રશ્ન: શ્રીવીરજિનના શાસનમાં કેટલા આચાર્યો નરકગામી કહ્યા છે? અને
તેવા અક્ષરો કયા ગ્રંથમાં છે? તે સવિસ્તર જણાવવા કૃપા કરશોજી. ઉત્તર:-શ્રીવીરના તીર્થમાં આટલી સંખ્યાવાળા આચાર્યો નરગામી છે, એવું
ગ્રંથમાં જોયાનું સાંભરતું નથી. પણतीआणागयकाले केई होहिंति गोअमा सूरी जेसिं नामग्गहणे, नियमेण होइ पच्छित्तं ॥१॥
“હે ગોતમ! અતીત અનાગત કાલમાં કેટલાક સૂરિઓ થશે કે, જેઓનું નામ લેતાં પણ પ્રાયશ્ચિત્ત લેવું પડે, આમ ગચ્છાચારપયન્નામાં
કહેલ છે. ૩-૩૦૪ પ્રશ્ન: આત્માના દ્રવ્ય આત્મા, કષાય આત્મા વિગેરે આઠભેદો છે, તેમાં જીવ,
અજીવનો આત્મા તે દ્રવ્યાત્મા કહેવાય, આ વિવરણમાં અજીવોમાં આત્માનો
અંશ કઈ યુક્તિએ માન્યો છે? ઉત્તર:-મતિ = સાતત્યેન છતિ તાર્ તાન પર્યાયાન તિ માત્મ
“અતતિ એટલે સતતપણે તે તે પર્યાયોને પામે, તે આત્મા કહેવાય” આવી વ્યુત્પત્તિથી અજીવ પુદ્ગલાદિકમાં પણ દ્રવ્ય આત્માનો વ્યપદેશ ક્ય છે. ૩-૭૦૫ /