________________
૧૮૧
જીવાધિષ્ઠિત હોવાથી, સચિત્ત કહેવાય છે. અને તેથી બીજો પુદ્ગલમય છે. વિસસાપરિણામથી બનેલો અને સંપૂર્ણ લોકમાં ફેલાયેલો તે અચિત્તમહાધ કહેવાય છે. આ પ્રકારે અનેક મહાર્સ્કો સંપૂર્ણલોકમાં પસરનારા કેવળીઓએ દેખ્યા છે, તે જાણવા. જે આ વિષય જાણવાની ઘણીજ આકાંક્ષા હોય, તો વિશેષાવશ્યક ટીકાની પીઠિકામાં દ્રવ્યવર્ગગાનો અધિકાર જેવો. ॥ ૩-૬૭૦ ॥
પણ્ડિતશ્રી શુભકુશલ ગણિકૃત પ્રશ્નોત્તર.
પ્રશ્ન: હાલમાં તપાગચ્છના શ્રાવકો ઈરિયાવહિયા કરવા પૂર્વક સામાયિક મુહપત્તિ પડિલેહે છે, તે વિષે ક્યા શાસ્રમાં કહ્યું છે?
ઉત્તર :—મહાનિશીથમાં અને હારિભદ્રીયદશવૈકાલિક ટીકામાં સ્પષ્ટપણે કહ્યું છે કે-ચૈત્યવંદન વિગેરે તમામ ક્રિયાઓ ઈરિયાવહિયા પડિકમીને જ કરવી. તેમાં સામાયિક મુહપત્તિની ક્રિયા પણ આવીજ જાય છે. તેથી તે પણ ઈરિયાવહિયા કરવા પૂર્વક કરવી તે તત્ત્વ છે. ॥ ૩-૬૭૧ ॥
પણ્ડિતશ્રી પ્રેમવિજ્ય ગણિકૃત પ્રશ્નોત્તરો.
પ્રશ્ન: જિનેશ્વરો ગૃહસ્થપણામાં કેવલીને અથવા સાધુને પ્રણામ કરે ? કે નહિ ? ઉત્તર :— આ બાબતમાં નિષેધ જાણેલ નથી. ॥ ૩-૬૭૨ ॥
૧ પ્રશ્ન: ૫૬ દિકુમારીઓ કુમારી કેમ કહેવાય છે.?
-
ઉત્તર :— જેમ સર્વે ભવનપતિદેવો ક્રીડાપ્રિય હોય છે, તેથી તેઓ કુમાર કહેવાય છે, તેમ દિકુમારીઓ પણ ભવનપતિદેવી હોવાથી કુમારી કહેવાય 9.113-89311
પણ્ડિતશ્રી મુનિવિમલગણિકૃત પ્રશ્નોત્તરો
પ્રશ્ન : પ્રતિવાસુદેવને કેટલા? અને ક્યા ક્યા રત્નો હોય ?
ઉત્તર :— પ્રતિવાસુદેવને રત્નની સંખ્યા અને કયા કયા રત્નો હોય, એવો નિયમ શાસ્ત્રમાં જોયો નથી. તેથી ચક્ર વિગેરે રત્નો સંભવ મુજબ હશે, એમ જણાય છે. ॥ ૩-૬૭૪ ॥