SearchBrowseAboutContactDonate
Page Preview
Page 265
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૭૮ આવી જાય છે, એમ જણાય છે. ॥ ૩-૬૬૨॥ પ્રશ્ન: કેટલાક વૃદ્ધપોસાળિઆ એમ કહે છે કે કૃઆિભુમિનુસો વિગેરે આ બે ગાથામાં બતાવેલ બે વિધિ માર્ગ વિગેરેના કારણે શ્રદ્ધાળુ કરે નહિ. તે યોગ્ય છે? કે અયોગ્ય છે? ઉત્તર :— ગુરુવંદન ભાષ્યની આ ૩૮મી અને ૩૯મી ગાથા પ્રમાણે માર્ગ વિગેરે કારણ છતાં પણ, તે બે વિધિ સાચવવી યુક્તજ છે. ॥ ૩-૬૬૩॥ પ્રશ્ન : પ્રતિષ્ઠામાં પ્રતિમાના નેત્ર ખોલવાના અંજનમાં મધ નંખાય ? કે નહિ? ઉત્તર :— હાલમાં પ્રતિમાના અંજનમાં મધુ શબ્દે કરી સાકર કહેવાય છે. માટે તે જ નંખાય છે. ૩-૬૬૪॥ પણ્ડિત શ્રી જયવત્ત ઋષિ ગણિકૃત પ્રશ્નોત્તરો. પ્રશ્ન: ચોમાસામાં વિજ્યાદશમી સુધી ખાંડ વહોરવી કેમ કલ્પે નહિ ? ઉત્ત: પરંપરાએ ત્યાં સુધી ખાંડ લેવાનો નિષેધ કરેલો છે. ૩-૬૬૫। પ્રશ્ન: પ્રતિક્રમણમાં વિજળી અને દીવા વિગેરેનો પ્રકાશ શરીર ઉપર પડે, તો અગ્નિકાયની વિરાધના મનાય છે, તે તપાએ કરેલા ગ્રંથમાં છે? કે કોઈ બીજા ગ્રંથમાં છે? ઉત્તર :— આવશ્યકનિર્યુક્તિ કાઉસ્સગ્ગ અધ્યયનમાં अगणीउ छिंदिज्ज व, बोहिअ खोभाय दीहडक्को वा । आगारेहिं अभग्गो, उस्सग्गो एवमाहिं || આ ગાથામાં અગણિત્તિ-એટલે જ્યારે દીવા વિગેરેનો પ્રકાશ ફરસે, ત્યારે ઓઢવાને માટે કાંબળી વિગેરે લેવી પડે, તોપણ કાઉસ્સગ્ગનો ભંગ થતો નથી, એમ બતાવેલ છે. ॥ ૩-૬૬૬॥ પણ્ડિત શ્રી ભક્તિસાગર ગણિકૃત પ્રશ્નોત્તરો. પ્રશ્ન : ખરતર ગચ્છવાળા કહે છે કે-“અમારા પોસાતીઓ રાત્રિના ચોથા પહોરમાં ઉઠીને પોસહમાં સામાયિક કરે છે, અને તેનો પાઠ પ્રતિક્રમણ સૂત્ર ચૂર્ણિમાં છે, તેથી, તમારા આચાર્યોં પોસાતીને સામાયિક કેમ કરાવતા નથી ?”
SR No.023241
Book TitleSen Prashna
Original Sutra AuthorShubhvijay Gani
AuthorRajshekharsuri
PublisherMulund S M P Jain Sangh
Publication Year1994
Total Pages366
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy