SearchBrowseAboutContactDonate
Page Preview
Page 266
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૭૮ , ઉત્તર:–રાત્રિ પોસહમાં પાછલી રાત્રિએ સામાયિક કરવા આશ્રયીને જે ચૂર્ણિના અક્ષરો છે, તેનું વિશેષ સામાચારી તરીકે સમર્થન કરવું જોઈએ. પણ તેમાં દૂષણ આપવું જોઈએ નહિ. કેમકે-તે ચૂર્ણિ શિષ્ટપુરુષે બનાવેલી છે. તે અક્ષરો જેવાથી સામાયિક કરાવવાની ફરજ અમારા ઉપર આવી પડતી નથી. કેમકે-તમામ વિશેષ સામાચારીઓ અવશ્ય કરી બધાઓએ કરવી જ જોઈએ તેવા શાસ્ત્રના અક્ષરો જોવામાં આવતા નથી. અને વળી ખરતર પક્ષવાળાઓને ચર્ણિનું આ એક વાક્ય પકડવું, તે વ્યાજબી ભાસતું નથી. કેમકે-ચૂર્ણિમાં રહેલી તમામ સમાચારી તેઓ કરતા નથી. અને જે તેઓ ચૂર્ણિને પ્રમાણજ માનતા હોય, તો તેમાં રહેલી તમામ સામાચારી પણ તેઓ કેમ કરતા નથી? આ વિષયમાં બહુ કહેવા યોગ્ય છે. ૩-૬૬૭ પ્રશ્ન: અભવ્યોને સર્વથા મોક્ષની શ્રદ્ધા નહિ હોવાથી, દેવલોક વિગેરે પરલોકની શ્રદ્ધા હોય? કે નહિ? વળી જીવાદિકતત્ત્વ શ્રદ્ધાનને આશ્રયીને અંગારમર્દક આચાર્ય જેવા તમામ અભવ્યો હોય? કે નહિ? વળી સર્વકાળમાં અધ્યવસાયનું સરખાપણું હોય? કે ન્યૂનાધિકપણું હોય? જો સર્વેને અધ્યવસાયનું સરખાપણું હોય તો તેઓનું અનન્સી વખત ગ્રંથિદેશમાં આવવું કહ્યું છે, તે કેમ સંભવે? કેમકે અધ્યવસાય કર્યા વિના ગ્રંથિદેશમાં અવાય નહિ. વળી પ્રતિક્રમણ સૂત્ર ટીકામાં “અભવ્યોને ભિન્ન દશ પૂવો' કહ્યા છે તે કેમ સંભવે? કેમકે-પ્રવચન સારોદ્ધારમાં અભવ્યને પૂર્વલબ્ધિનો નિષેધ કહ્યો છે, અને આગમવ્યવહારીમાં પણ તેઓની ગણના કેમ સંભવે? ઉત્તર:-તમામ અભવ્યોને મુક્તિનું શ્રદ્ધાન નથી જ, પણ દેવલોકાદિકની શ્રદ્ધા કેટલાકોને હોય છે. કેમકે-વિશેષઆવશ્યક ટીકા વિગેરેમાં તેવું કહ્યું છે. તેમજ, અભવ્યોને અધ્યવસાયની વિચિત્રતા હોયજ, કેમકે-શુલ, કૃષણ વિગેરે વેશ્યાવાળા તેઓ નવમા સેવેયક વિગેરે અને સાતમી નારકી વિગેરેમાં જાય છે. માટે અધ્યવસાયનું સરખાપણું ઘટતું નથી. કાર્યના ભેદે કારણના ભેદનો સ્વીકાર ન્યાયસિદ્ધ છે. સર્વઅભવ્યો અંગારકઆચાર્ય સરખાજ હોય, એમ પણ શાસ્ત્રમાં જોવામાં આવ્યું નથી. તેમજ અભવ્યોને [વલબ્ધિને આશ્રયીને પૂર્વા િધારવીતિ લવતુવંશપૂર્વવિદ્રઃ આ પ્રકારનું આવશ્યક બૃહદ્રવૃત્તિનું વચન હોવાથી, સંપૂર્ણ દશપૂર્વધર વિગેરે પૂર્વલબ્ધિવાળા હોય એમ નિશ્ચય કરી શકાય છે, પણ બીજા નહિ. માટે જ અભવ્યોને
SR No.023241
Book TitleSen Prashna
Original Sutra AuthorShubhvijay Gani
AuthorRajshekharsuri
PublisherMulund S M P Jain Sangh
Publication Year1994
Total Pages366
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy