SearchBrowseAboutContactDonate
Page Preview
Page 267
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮૦ અપૂર્ણ દશપૂર્વેનું જ્ઞાન છતાં પણ અન્યશાસ્ત્રોમાં પૂર્વધરલબ્ધિનો નિષેધ કહેલો છે તે વ્યાજબી જ છે. તેમજ તેઓના આગમવ્યવહારિપણામાં પણ કાંઈ વાંધો આવતો નથી. ભવ્યોજ આગમવ્યવહારી હોય તેવા અક્ષરો શાસ્ત્રમાં જોવામાં આવતા નથી..I ૩-૬૬૮ પ્રશ્ન: “મોક્ષને માટે જે ક્રિયા કરે છે, તે ક્યિાવાદી કહેવાય છે” એમ ઘોષ ચાલે છે, તે સત્ય છે? કે અસત્ય? જે સત્ય કહેશો. તો મોક્ષને માટે જીવહિંસા કરનાર તરકીથી માંડી ફીરંગી સુધીના મિશ્રાદષ્ટિઓનું કિયાવાદિપણું થઈ જશે. તે તો કેટલાક આપના શ્રાવકોને અને અહીંના ઠીયાને અને ખરતરોને હૃદયમાં ભાસતું નથી. ઉલટું કંઠીયા આમ કહે છે કે “તમારા જે જે ગીતાર્થો અહીં આવે છે, તેઓ કિયા કરનાર સર્વ મિશ્રાદષ્ટિઓને કિયાવાદી કહે છે. તે ખરાબ શ્રદ્ધાન છે.” અને ટૂંટિયાઓ સમકિતી અને સમકિતની અભિમુખ જેઓ હોય તેને યિાવાદી કહે છે, બીજાઓને કહેતા નથી, માટે કેમ છે? ઉત્તર:-“મોક્ષને માટે જે ક્રિયા કરે તે યિાવાદી” એમ જે પ્રઘોષ છે, તે સત્યજ જણાય છે. મોક્ષને માટે કોઈપણ જીવ હિંસા વિગેરે કરતો નથી. કેમકેતુરકીઓના મુિસલમાનોના] મૂળ શાસ્ત્રોએ જીવને મારવાનો નિષેધ કરેલ છે. અને યાલિકોને પણ સ્વગદિકને માટે જ યજ્ઞ કરવાનું બતાવ્યું છે. તેમજ “સમકિતીઓ જ અને સમકિતની સન્મુખ થયેલાઓ જ યિાવાદી કહેવાય.” તેવા અક્ષરો શાસ્ત્રમાં નથી. ઉલટું ભગવતી ટીકામાં આ પ્રકારે કહ્યું છે કે-“આ સર્વે પણ હોય છે.” જોકે બીજે ઠેકાણે મિથ્યાષ્ટિઓ કહ્યા છે. તો પણ અહીં સમકિતીઓ ગ્રહણ કરવા. કેમકે-સારી રીતે અસ્તિત્વવાદીઓ હોય, તેઓને જ અહીં ગ્રહણ કરેલા છે. ભગવતીસૂત્ર વિશેષ બાબત સૂચવી રહ્યું છે, માટે તેમાં ક્લિાવાદી પદે કરી સમકિતીઓ ગ્રહણ કરેલા છે. અને બીજે તો મિબાદષ્ટિઓ પણ લીધા છે. માટે તે બન્ને કિયાવાદી છે, એ તત્ત્વ છે. ૩-૬૬૯ - : પન્નવણા ત્રીજા પદની ટીકામાં “ક્ષત્ર અનુસાર ચિતવતાં ત્રણલોને સ્પર્શ કરનાર પુદગલો સર્વથી થોડા હોય છે” એમ કહ્યું છે, તે કયા પુદ્ગલો? અને કેવી રીતે ત્રણ લોક વ્યાપી થાય છે? ઉત્તર:- સચિત્ત અને અચિત્ત એમ બે પ્રકારે મહાત્કંધો છે, તેમાં કેવલિસમુદ્ધાત વખતે સકલ લોકમાં ફેલાઈ ગયેલો અનન્તાનન્ત પુદગલમય મહાત્કંધ
SR No.023241
Book TitleSen Prashna
Original Sutra AuthorShubhvijay Gani
AuthorRajshekharsuri
PublisherMulund S M P Jain Sangh
Publication Year1994
Total Pages366
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy