________________
૧૭૫
આવેલું છે.] : मज्झण्णाओ परओ जाव दिवसस्स अंतोमुत्तं ताव पिप्पइ०
“મધ્યાહનથી લઈ દિવસના છેલ્લા અંતર્મુહૂર્ત સુધી પોસહ લેવાય, એમ સામાચારીમાં છે. તેથી ત્રીજા પહોરની પહેલાં અને મધ્યાહનથી
આગળ રાત્રિપોસહ લેવા કહ્યું? કે નહિ? ઉત્તર:–મધ્યાહન પછી રાત્રિપોસહ લેવા કહ્યું છે, પણ હાલમાં પ્રવૃત્તિ
મુજબ પડિલેહણથી પહેલાં ઉચ્ચરાવાતો નથી. પરંતુ પડિલેહણ બાદ
કરાવાય છે. ૩૬૫૦ છે. પ્રશ્ન-શનિ વિગેરે ગ્રહોની રાશિ પરાવર્તનનો આ દિવસ છે, એમ જાણીને
જેઓ જિનેશ્વરની પૂજા, આયંબિલ વિગેરે કરે, તેઓનું સમકિત મલીન
થાય? કે નહિ? ઉત્તર–શનિ વિગેરે ગ્રહોની રાશિ ફરે તે દિવસે વિશેષ તપ, પૂજા વિગેરે
કરે, તેઓનું સમકિત મલિન થાય તેમ જાણેલ નથી.૩-૬૫૧ પ્રશ્ન જે દિવસથી માંડીને શિવપંથીઓ માઘસ્નાન કરે, તે દિવસથી માંડી
કેટલાક શ્રાવકો પણ પોતાના ઘરે ઉનું પાણી વિગેરેથી સ્નાન કરીને જિનમંદિરમાં જઈ, જિનપૂજા કરે અને તે માસના છેલ્લા દિવસે જિનેશ્વરની ભક્તિને માટે રાત્રિગો અને લાડવા વિગેરે પક્વાન કરે છે, તેને માઘસ્નાન કહેવાય છે. “તે કરવામાં મિથ્યાત્વ લાગે,” એમ કહીને
કેટલાક નિષેધ કરે છે. તે પ્રમાણ છે? કે નહિ? ઉત્તર:-માઘ મહિનામાં સ્નાન, પૂજા, છેડે રાત્રિન્ગો અને લાડવા વિગેરેનું
કરવું, એવું જેઓ કરે છે, તે વ્યાજબી લાગતું નથી. પ્રસંગદોષ વિગેરે
થઈ જાય, માટે તે ભયથી તે અનાચી છે. ૩૬૫ર . પ: મોહનીયકર્મ તોડવા ૨૮ અમો નિરંતર કરવા શરૂ કર્યો, તેની વચ્ચમાં
ઉચ્ચરેલ પંચમી, રોહિણી વિગેરે દિવસ આવે, તો તેની તપશ્ચર્યા
અકમોમાં સમાઈ જાય? કે જુદો ઉપવાસ કરવો જોઈએ? ઉત્તર:-મોહનીય કર્મના નિરંતર અકમો કરવા શરૂ કર્યા, અને વચ્ચગાળે
પંચમી, રોહિણી વિગેરેનો તપ જેટલો કરવો બાકી રહ્યો હોય તે શક્તિ છતાં પછી કરી આપવો, અને શક્તિ ન હોય, તો તેમાં પણ આવી જાય છે. ૩-૬૫૩