________________
૧૬૨
કલ્પસૂત્ર વિગેરેમાં શ્રી વિમલનાથ અને વીરભગવંતનું મોટું અંતર દેખાય
છે, તે કેવી રીતે ઘટે? ઉત્તર :-ભગવતી ટીકામાં બીજા વ્યાખ્યાનમાં “પ્રપૌત્રના શિષ્યસંતાનમાં દીક્ષા
લીધી, એમ કહેલ છે, તેથી કલ્પસૂત્રમાં કહેલ કાળને આશ્રયી કાંઈ
પાણ વિરુદ્ધ થતું નથી.૩-૬૦૧ .. પ્રશ્ન: નન્દી ટીકામાં સ્થિત્તોપાઈ. આ ગાથાના વિચારમાં યુદ્ધ - બુદ્ધ
દ્વારમાં સર્વ થોડા સ્વયંબદ્ધ સિદ્ધો છે, તેના કરતાં પ્રત્યેકબુદ્ધસિદ્ધો સંખ્યાતગુણા છે, તેઓથી પણ બુદ્ધિબોધિત સિદ્ધો સંખ્યાતગુણા કહેલા છે. તે કેમ ઘટે? કેમકે-બુદ્ધિ બોધિતોને કેવલ શ્રાવકો પાસે વ્યાખ્યાનનો
નિષેધ દશવૈકાલિક ટીકા વિગેરેમાં કહેલ છે. ઉત્તર:–બુદ્ધિ શબ્દ કરી તીર્થંકરીઓ અને સામાન્ય સાધ્વીઓ કહેવાય છે,
તેમાં તીર્થકરીના ઉપદેશમાં તો વિચાર કરવાનો નથી જ, અને સામાન્ય સાધ્વીઓને તો જોકે કેવલ શ્રાવકો પાસે ઉપદેશનો નિષેધ છે, તોપણ શ્રાવિકા મિશ્રિત શ્રાવકોને અને કારણે એકલા શ્રાવકોને ઉપદેશનો સંભવ
પણ છે. માટે કોઈ અઘટતી વાત નથી. ૩-૬૦૨ / પ્રશ્ન: 3M સામ મિં ડમિર નામાનોમાં
वंदित्तु सूरिमाई सज्झायावस्सयं कुणई॥१॥
આ શ્રાદ્ધદિનકૃત્યની ૧૩૧મી ગાથાનો અર્થ શો છે? ઉત્તર:-આ ગાથાનો અર્થ ટીકામાં સુપ્રસિદ્ધ જ છે, પરંતુ સૂત્રના પાઠ
માત્રથી સામાયિક પછી ઈરિયાપ્રતિકમણનો પ્રતિભાસ થાય છે, તેમાં સવિસ્તર આવશ્યક ચૂર્ણિના અક્ષરો અનુસરવા, જેથી સંશય દૂર થઈ જશે. કેમકે-આવા
પાઠોનું મૂળ ચૂર્ણિ છે, એમ જણાય છે. ૩-૬૦૩ પ્રશ્ન: સૂયગડાંગ સૂત્ર પ્રથમ શ્રુતસ્કંધના ચોથા અધ્યયનની ટીકામાં નારકીઓને
છિન્નતિ શિરોને હૂ આવું વિશેષણ લગાડેલ છે, તો નારકીઓ તો નપુસંક
છે, તેઓને પુરષચિહ્ન ક્યાંથી હોય? કે જે પરમાધામી છે? ઉત્તર:-નારકીઓ નપુસંકદી છે, તો પણ પુરુષચિહ્નનું હોવું વિરુદ્ધ નથી.
કેમકે-પુષ્પમાલા ટીકા વિગેરેમાં નપુંસકના લક્ષણોમાં કહ્યું કે હલ્લાહાવો સરવUાગો ૮િ માં મડવા ય વાળા-મહિલા સ્વભાવ, સ્વર અને વર્ણનો ભેદ, મોટું પુરુષચિહ્ન અને મૃદુવાણી. ઈત્યાદિક નપુંસકનાં લક્ષણો છે. ૩-૬૦૪