________________
૧૬૦
પ્રશ્ન: શાતાધર્મકથાના પ્રથમ અધ્યયનમાં શ્રેણિક રાજાની ધારણદિવીને એકજ
પુત્ર મેઘકુમાર કહ્યો છે, અને અનુત્તરોવવાઈ સૂત્રમાં તો લલિકુમાર
વિગેરે સાત પુત્રો કહ્યા છે, તો તે શી રીતે ઘટે? ઉત્તર:-શ્રેણિક રાજાની સાત પુત્રવાળી તે ધારણી રાણી બીજી હોવી
જોઈએ, અથવા તે એકજ ધારાણી દેવીને જાલિકુમાર વિગેરે સાત પુત્રો
મેષકુમારની દીક્ષા થયા બાદ જન્મ્યા હોય, એમ સંભવે છે. ૩-૫૯૨ા પ્રશ્ન: ૩ખુલા - શરીરના ભૂષણો મૂકી દીધેલ- ઈત્યાદિ પાઠ મુજબ
પોસહમાં શ્રાવકોને આભૂષણો છોડી દેવાનું બતાવ્યું છે, હમણાં તો
આભૂષણો રાખે છે. તે કેવી રીતે ઘટે? ઉત્તર –ઉત્સર્ગ માર્ગે કરી જે સર્વથી પોષહ અંગીકાર કરે, તો આભૂષણો
છોડી જ દેવા યુક્ત છે, કેમકે શોભા, લોભ વિગેરે દોષોનું કારણ બને નહિ. સામાયિકમાં તે બન્નેનો નિષેધ છે. જે દેશથી પોસહ કરે,
તો આભૂષણો પણ હોય છે. ૩-૫૯૩ાા પ્રશ્ન: લંગુત્તરદોષ શ્રાવકોને લાગે? કે નહિ? ઉત્તર:-શ્રાવકોને કાઉસ્સગ્નના ૧૮ દોષોમાં લખ્યુત્તર દોષનો નિષેધ કરેલો
નથી. તો પણ અવિચ્છિન્ન પરંપરાથી અને ઉચિતપણાથી લંબુત્તરદોષનું
નિવારવું દેખાતું નથી. ૩-૫૪ પ્રશ્ન: પ્રતિષ્ઠાના અધિકારમાં સાધુઓએ વાસક્ષેપ નાંખવો, એવો પાઠ કયા
ગ્રંથમાં છે? જે હોય તો પ્રતિકાની પેઠે દરરોજ વાસક્ષેપ પૂજા સાધુઓ
કેમ કરતા નથી? ઉત્તર-પીસ્તાલીસ આગામોમાંથી આવશ્યક બ્રહત ટીકામાં ગણધર પદની
પ્રતિકાના અધિકારમાં સાધુઓને વાસક્ષેપ નાંખવાના અક્ષરો બતાવ્યા છે. દરેક દિવસે વાસક્ષેપની પૂજા સાધુઓને કરવાના અક્ષરો કોઈપણ
ઠેકાણે બતાવ્યા નથી. માટે તેનું વિધાન કયાંથી હોય?i૩-૫૯૫ા પ્રમ: કિયાવાદી અને અકિયાવાદી મિઆઈષ્ટિઓને સકામ નિર્જરા હોય કે નહિ?
જે હોય? તો ગ્રંથનો પાઠ બતાવવા કૃપા કરશો. ઉત્તર:–તેઓને સકામ નિર્જરા પણ હોય છે એમ લાગે છે. કેમકે અકામ
નિર્જરાવાળાનો ઉત્કૃષ્ટથી વ્યંતર દેવોમાં ઉપપાત કહેલ છે. અને ચરપરિવાકોનો બ્રહ્મ દેવલોક સુધી કહેલ છે. એમ ઉવવાઈ સૂત્રમાં કહ્યું છે. તે અનુસાર સકામ નિજર હોય એ તત્વ છે. આ૩-૫૯૬