________________
૧૬૩
A
: હૈમપદ્મચરિત્રમાં “રામકેવલીના વચનથી ચોથીનરકમાં રહેલા રાવણ અને શંબૂક સાથે યુદ્ધ કરતા, અને પરમાધામીએ પીડેલા એવા લક્ષ્મણને દેખી, સીતાઈન્દ્ર ત્યાં જઈ, કાંઈક દુ:ખને નિવારવા લાગ્યો.” એમ કહેલ છે. તેમાં ચોથી નરકમાં સીતાઈન્દ્રનું જવું, અને પરમાધામીની પીડા કેવી રીતે ઘટે? કેમકે- સહસારંતિયા નાયનેફ્રેન ગતિ તત્ત્વમુ તિસુ પરમામિઅાવિષ્ટ "સહસારદેવલોક સુધીના દેવો સ્નેહે કરી ત્રીજી પૃથ્વી સુધી નારકમાં જાય છે. ત્રણ નરક પૃથ્વીમાં પરમાધામીએ કરેલી પીડા હોય, આ પ્રકારે પંચસંગ્રહ અને સંગ્રહણીનાં વચનો
છે.
–
ઉત્તર:— તિવ્રુપનમામિત્રજ્યાવિ સંગહણીનું આ વચન પ્રાયિક છે. માટે ચોથી નરક પૃથ્વીમાં રાવણ વિગેરેને પરમાધામીની કરેલી વેદના સંભવે છે, તેથી વિરોધ નથી, અને પંચસંગ્રહના સહસારતિય પાઠ બાબત જાણવું કે-અહીં પંચસંગ્રહનું પુસ્તક હાથમાં આવ્યું નથી, માટે ઉત્તર લખાએલ નથી, જ્યારે તે હાથ આવશે, ત્યારે જણાવીશું. ॥ ૩-૬૦૫ ॥
પ્રશ્ન: દ્રવ્યલિંગીના દ્રવ્યથી બનેલ ચૈત્ય, અવિધિ ચૈત્ય છે, એમ આગમ વચન છે. પણ પુસ્તકાદિ ક્ષેત્રોમાં તે દ્રવ્યનું વાપરવું યુક્ત છે? કે અયુક્ત ? જે યુક્ત છે, તો ચૈત્યમાં કેમ અયુક્ત છે? અને તેણે અર્પણ કરેલું પુસ્તક સુસાધુઓ કેમ ગ્રહણ કરે છે? તેમજ કેટલાક ચિરંતન આચાર્યોએ શિથિલ માર્ગ દૂર કરીને પોતાની પાસે રહેલ મોતીઓને પાષાણથી વાટી કેમ નાંખ્યા? જે તે દ્રવ્ય પુસ્તકાદિમાં કલ્પતું હોત, તો શું કરવા મોતીઓને વાટી નાંખી ફેંકી દે?
ઉત્તર :— ચૈત્યને આશ્રયીને વિધિ, અવિધિનો વિચાર શાસ્ત્રોમાં બતાવેલ છે, પણ પુસ્તકને આશ્રયીને બતાવેલ નથી. માટે તે બન્નેય ક્ષેત્રોનું સરખાપણું નથી. તેથીજ પરંપરાએ પણ તેનું પુસ્તક ગ્રહણ કરાતું આવ્યું છે. આમાં કાંઈ પણ અયુક્ત નથી. અને જે કેટલાક ચિરંતન આચાર્યોએ સુવિહિત માર્ગ સ્વીકારતી વખતે મોતીનો ચૂરો કરી ફેંકી દીધા છે, તે ઉગ્રવૈરાગ્યપણાથી ફેંકી દીધા છે, માટે કાંઈપણ ગેરવ્યાજબીપણું નથી. ॥ ૩-૬૦૬ ॥
પ્રશ્ન: ઋષભદેવ સ્વામી સાથે ચાર હજાર રાજાઓએ દીક્ષા લીધી, તેઓને સામાયિકનો ઉચ્ચાર કોણે કરાવ્યો?