________________
૧૬૭
પ્રસ: જંબુસ્વામી અને પ્રભવસ્વામીએ સાથે દીક્ષા સીધી; જંબૂસ્વામીનું ૮૦ વર્ષનું સર્વ આયુષ્ય છે, અને પ્રભવસ્વામીનું ૮૫ વર્ષનું છે. સાથે દીક્ષા વખતે ૩૦ વર્ષના પ્રભવ સ્વામી હતા, તો જંબુસ્વામી વિદ્યમાન છતાંજ પ્રભવસ્વામીનું સ્વર્ગવાસીપણું પ્રાપ્ત થાય છે, માટે આ બાબત, પટ્ટાવલીમાં લખેલ હકીકત સાથે કેવી રીતે મળે ?
ઉત્તર :— જંબુસ્વામીની દીક્ષા થયા પછી કેટલાક વર્ષોએ પ્રભવસ્વામીએ દીક્ષા લીધી હતી, એમ સંભવે છે. તેથી કોઈ વિરોધ આવતો નથી. તે બાબત પરિશિષ્ટ પર્વમાં કહી છે. પાંચમા ગણધર ભગવાનને પણ એ પ્રકારે વિનંતિ કરી, તેથી પરિવાર સહિત જંબૂસ્વામીને દીક્ષાવિધિપૂર્વક આપી;” હવે કોઈ દિવસે પિતાને પૂછીને પ્રભવ પણ આવ્યો. તેણે પણ જંબુસ્વામીના શિષ્ય તરીકે દીક્ષા લીધી. ॥ ૩-૬૨૬॥
પ્રશ્ન: આકાશનો પ્રદેશ અને પુદ્ગલનો પરમાણુ આ બેમાંથી સૂક્ષ્મ કોણ છે?
ઉત્તર :— તે બન્નેયનો વિભાગ થતો ન હોવાથી, પ્રદેશની અપેક્ષાએ બન્ને તુલ્ય છે. પણ અવગાહનાની અપેક્ષાએ તો એક આકાશ પ્રદેશમાં અનન્તા પરમાણુ અવગાહી શકે છે. તે વિશેષ જાણવો. ॥ ૩-૬૨૭ ॥
પ્રશ્ન: : પ્રવચન સારોદ્ધારની ટીકા વિગેરેમાં ઈંદ્રિયોના વિષયનું પ્રમાણ આત્માંગુલે કરી કહ્યું છે, ચક્ષુના ઉત્કૃષ્ટ વિષયમાં જેણે લાખ યોજનનું શરીર બનાવેલ છે, તે વિષ્ણુકુમારનું છાંત મૂક્યું છે. તે આવી રીતે- “ચક્ષુ ઈંદ્રિય કાંઈક અધિક લાખ યોજન દૂરથી રૂપને દેખી શકે છે. વિષ્ણુકુમાર વિગેરે પોતાના પગ પાસે રહેલ ખાડાદિકમાં રહેલ ઢેફા વિગેરે જોઈ શકે છે, તેથી લાખ યોજનથી કાંઈ અધિકપણું બતાવ્યું છે એમ નવતત્ત્વની અવસૂર્ણિમાં છે. માટે ચક્ષુઈંદ્રિયના વિષયમાં વિષ્ણુકુમારનું દૃષ્ટાંત બતાવેલ હોવાથી, વિષ્ણુકુમારે વિશ્ર્વલું શરીર આત્માંગુલના માપથી બનેલ હોય તેમ સંભવ છે. નહિંતર તો, દાંત બંધબેસતું બને નહિ. આમ છતાં હીરપ્રશ્નમાં ચોથાપ્રકાશને અંતે “વિષ્ણુકુમારે બનાવેલ શરીર ઉત્સેધ અંગુલના માપથી છે” એમ કહ્યું, તે કેવી રીતે ઘટે ?
ઉત્તર :— વિષ્ણકુમારે વિક્વેલ કાંઈક અધિક લાખ યોજનનું શરીર ચમરેન્દ્ર વિગેરેની પેઠે પ્રમાણ અંગુલથી પણ બન્યું હોય, તેમ સંભવે છે. માટે આમાં કાંઈ વાદવિવાદ નથી. અને જે હીરપ્રશ્નમાં તેને ઉત્સેધ અંગુલના