________________
૧૬૯
ઉત્તર:— મૂળનાયકના દેરાથી જુદી ૨૪ દેરીઓ કરાય છે, એમ અહીંના સૂત્રધારો કહે છે. ૫૩-૬૩૧॥
પ્રશ્ન: ચાર નિકાયના દેવોની એક એક કોટી એટલે ચાર ક્રોડ દેવો જઘન્યથી તીર્થંકર પ્રભુ પાસે હોય? કે તમામના મળી એક ક્રોડ દેવો હોય ? તે જણાવવા કૃપા કરશો. કોઈ કહે છે કે-ચાર કોડના અક્ષરો વીતરાગસ્તવ ટીકામાં છે.” તે સાચું છે? કે નહિ ?
ઉત્તર :— ચારે નિકાયના મળી એક ક્રોડ દેવો હોય છે, એમ જણાય છે. કેમકે નામમાલા વિગેરેમાં તેમ કહેલ છે. અને જેમાં “દરેક નિકાયના એક એક ક્રોડ દેવો હોય” એમ કહેલ હોય, તે વીતરાગ સ્તવની ટીકા કઈ? અને કોણે બનાવેલ છે? તે જણાવવું તેથી જણાશે. ॥ ૩-૬૩૨॥ પ્રશ્ન : જિનેશ્વરના સમોસરણમાં સંખ્યાતા દેવો માય ? કે અસંખ્યાતા માય ? ઉત્તર : યોગશાસ્ત્ર ટીકામાં કહ્યું કે “સમોસરણમાં અસંખ્યાતા સુરનર વિગેરે માઈ જાય છે” માટે તેમાં કાંઈ અયોગ્ય નથી. અને જે નામમાલા વિગેરેમાં કોઈ ઠેકાણે કોટાકોટિ સંખ્યા બતાવી છે, તેમાં વિશેષની વિવક્ષા કરી નથી, એમ જણાય છે. ॥ ૩-૬૩૩ ॥
poptos
પ્રશ્ન: સંવચ્છરી પ્રતિક્રમણમાં “૪૦ લોગસ્સનો કાઉસ્સગ્ગ કરી ઉપર એક નવકારનો કાઉસ્સગ્ગ કરવો.” એમ કોઈ કહે છે. અને કોઈ કહે છે કે “ છેલ્લો નવકારનો કાઉસ્સગ્ગ ન કરવો.” આમાં પ્રમાણ શું?
ઉત્તર :— સંવચ્છરી પ્રતિક્રમણમાં નવકાર સહિત ૪૦ લોગસ્સનો કાઉસ્સગ્ગ કરવાનું પ્રતિક્રમણ હેતુ ગર્ભ ગ્રંથમાં કહ્યું છે અને પરંપરાએ પણ તેમજ કરાય છે. ૩-૬૩૪॥
પ્રશ્ન:
વિચરતા સાધુઓ વડે ગૃહસ્થની હાજરીમાં રોહરણે કરી પગ પૂંજવામાં આવે, તો માર્જના અસંયમ દોષ બતાવેલ છે, તેમાં શો હેતુ છે?
ઉત્તર:અપરિણત લોકો ઉપહાસ વિગેરે કરે, તે હેતુ જાણવો. ॥ ૩-૬૩૫ ॥ પ્રશ્ન: જે અરિહંત આદિ વીશપદનું આરાધન કરે છે, તેમાં તે પદનું ગમણું ઉપવાસના દિવસે જ કરાય ? કે ત્રણ દિવસ સુધીમાં કરાય?
ઉત્તર :— જે ચોથ ભક્તે વીસસ્થાનક તપ આરાધન કરે છે, તે બે જુદા [સન પ્રશ્ન-૨૨]