________________
૧૫૮
પછીથી બાકી રહેલું અનુષ્ઠાન સાંજે કરવું કહ્યું છે, અન્યથા નહિ,
એમ યોગવિધિમાં કહેલ છે૩-૫૮૨ા. પ્રશ્ન: યોગશાસના ત્રીજા પ્રકાશની ટીકામાં જિ: પુષ્પનિષતો આ
શ્લોકના વ્યાખ્યાનમાં પહેલાં પાણીના કોગળા વિગેરે કરી પછી પૂજા
કરીને પછી પચ્ચકખાણ લેવું કહેલ છે, તે શી રીતે? ઉત્તર:-યોગશાસ્ત્રમાં પવિત્ર થવાનો પ્રકાર લોકમાં પ્રસિદ્ધ છે, તેનો અનુવાદ
ર્યો છે. પરંતુ એ વિધેયપણે બતાવેલ નથી. માટે પચ્ચકખાણવાળાને પાણીના કોગળા કર્યા સિવાય દેવપૂજા કરવી કલ્પે છે. તેથી કોઈ વિરોધ
ઊભો થતો નથી. ૩-૫૮૩ HR: सामाइअपुव्वमिच्छामि ठामि काउस्सग्गमिच्चाई।
सुत्तं भणिय पलंबिअभुअकुप्परधरिअपरिहरणओ॥१॥ બૃહત પ્રતિકમણ હેતુગર્ભની આ ગાથાને આશ્રયીને કોઈ મતવાદીઓ
પૂછે છે, કે “તમો કેડે દોરો બાંધો છો, તે કયા શાસ્ત્રમાં કહેલ છે?” ઉત્તર:- આવશ્યક ટીકા અને ધર્મરત્ન પ્રકરણ ટીકા વિગેરેમાં “આર્યરક્ષિત
સૂરીશ્વરજીએ પોતાના પિતાને કેડે દોરો બંધાવ્યો” એમ કહ્યું છે, માટે
તે આચરણાએ હમણાં પણ બંધાય છે, એમ વૃદ્ધવાદ છે. ૩-૫૮૪ પ્રશ્ન: ઉવવાઈમાં કોણિકના વર્ણનમાં માસુના એ સૂત્રની ટીકામાં કોણિકને
માતા-પિતાના વિનીતપણાએ કરી સુપુત્ર કહ્યો છે, તે કેમ ઘટે? ઉત્તર:કોણિક માતા-પિતાના સારા વિનયવાળો હતો, પણ તેણે વચમાં
શ્રેણિક મહારાજા તરફ વિરૂપ આચરણ કરેલું, તે નિયાણાના વણથી જ કરેલું હતું. નહિંતર તો, પિતાના મરણના શોકથી રાજગૃહી છોડી દઈને
ચંપામાં શું કરવા વસે? માટે સુપુત્રપણું ઘટે છે. ૩-૫૮૫ H: दव्वे खीरदुमाई, जिणभवणाइसु होइ खितमि।
पुण्णतिहिपभिइ काले, होत्थुवओगा उ भावेण॥१॥
આ જીત કલ્પની છેલ્લી ગાથાના ચોથા પાદનો અર્થ શો છે? ઉત્તર:–આ ગાથાના ત્રણ પાદ બરાબર છે, પણ ચોથું પાદ “સુહોવા
બાવે ૩ આવું છે. માટે તે ચોથા પાદ અનુસારે અર્થ સુગમજ છે. "દ્રવ્યથી સીરવૃક્ષો વિગેરે, ક્ષેત્રથી જિનભવન વિગેરે, કાલથી પૂર્ણ તિથિ