________________
૧૩૯
આનો યથલા ઈત્યાદિક ગાથા કયા ગ્રંથમાં છે ? છૂટક પાનામાં
જેવામાં તો છે, તે સમીચીન છે? કે નહિ? ઉત્તર:- સ્થૂલભદ્ર સ્વામીએ બે શિષ્યને દીક્ષા આપી, એકનું આર્ય મહાગિરિ
અને બીજાનું આર્યસુહસ્તિ નામ પાડયું તે બન્નેને યશા આર્યાએ માતાની જેમ બાલકપણાથી સાચવ્યા હતા, તેથી આર્ય શબ્દ તેમના નામની પહેલાં જોડાય છે. આ પ્રમાણે પરિશિષ્ટ પર્વમાં કહેલ છે. પાવિકો
સુહથી- ઈત્યાદિક ગાથા તો કોઈ ગ્રંથમાં નથી. ૩-૫૦૧ પ્રશ્ન: છૂટા પાનામાં વીર ભગવાનની જન્મોતરી છે કે “યત્ર સુદ ૧૩
ભોમવારે ઉત્તરા ફાલ્વની નક્ષત્રમાં સિદ્ધિયોગમાં રાત્રિની ૧૫ ઘડીએ મકર લગ્નમાં સિદ્ધાર્થ રાજાને ઘરે પુત્ર જનમ્યો. આ જન્મોતરી સ્કંદપુરાણમાંથી ઉદ્ભરેલી છે,”એમ લખ્યું છે, તો તે જ જન્મોતરી
જાણવી? કે બીજી? ઉત્તર:–અંદપુરાણના નામે છૂટક પાનામાં આ જન્મોતરી લેવામાં આવે
છે, પણ બીજા કોઈ ગ્રંથમાં લેવામાં આવી નથી. ૩-૫૦રા પ્રશ્ન: ૨૫૬ આવલિકા પ્રમાણ આયુષ્ય સૂક્ષ્મ બાદર બનેય નિગોદનું છે,
કે એકલી સૂક્ષ્મ નિગોદનું જ છે? ઉત્તર:-સૂક્ષ્મ નિગોદનું સુલકભવ ગ્રહણરૂપ જ અંતર્મુહૂર્તનું આયુષ્ય હોય
છે, અને બાદર નિગોદનું તો ક્ષુલ્લકભવ ગ્રહણ રૂપ અને કાંઈક ન્યૂન
અંતર્મુહૂર્ત રૂપ હોય છે. સામાન્ય કરીને તો બન્નેયનું અંતર્મુહૂર્ત કહેવાય ' છે. ૫૩-૫૦૩ાા પ્રા: શ્રેણિક અને કૃષ્ણ વાસુદેવને માંસ ભોજન હતું કે નહિ? ઉત્તર–શુદ્ધ સમકિતવાળાઓ માંસાદિ ભોજન કરતા હોય, તે વાત પ્રત્યે
કરી અયુક્ત જ લાગે છે, તો પણ “સમકિતીઓ માંસાદિ અભક્ષ્ય પદાર્થ ન જ વાપરે” તેવો નિયમ તો તેવા અક્ષરો જોયા વિના કહી
શકાય નહિ. ૩-૫૦૪ પ્રશ્ન: કોણિક અને રાવણ તીર્થંકર થશે, એવું કયા ગ્રંથમાં કહ્યું છે? અને
કયા ક્ષેત્રમાં? અને કેટલામે ભવે થશે? ઉત્તરઃ- રાવણનો જીવ રાવણના ભવથી માંડીને ૧૪ મા ભવમાં તીર્થકર
થશે, એમ ત્રિષષ્ટિ પદ્મચરિત્રમાં કહ્યું છે, કયા ક્ષેત્રમાં થશે? તે ગ્રંથમાં