________________
૧૪૯
દૂર કરી શકાય તેવી ન હોય, તો વાંચવું ૫ે ? કે નહિ ?
ઉત્તર :— અસજ્ઝાય છતાં પણ અવશ્ય કરવા લાયક હોવાથી કલ્પસૂત્ર વાચન કલ્પે છે. ॥ ૩-૫૩૭ ॥
પ્રશ્ન: વર્ષાકાલે લીલ ફુગ કેટલા દિવસે નિર્જીવ થાય ?
ઉત્તર :— વર્ણાદિક ફરી જાય એટલે લીલ ફુગ નિર્જીવ થાય. પરંતુ દિવસમાન જાણ્યું નથી. ॥ ૩-૫૩૮ ॥
પ્રશ્ન : કેટલાક કહે છે કે-“નવકારશીના પચ્ચક્ખાણમાં સૂર્યનો ઉદય થાય, તે વખતે ભોજન કરવું કલ્પ છે” યોગશાસ્ત્રમાં તો અદ્દો મુઙેવસાને ૪ આ શ્લોકથી બે ઘડી અંદર ભોજન કરવું ૫ે નહિ, બે ઘડીની શરૂઆત પણ પ્રભાતે હાથની રેખા દેખાય ત્યાંથી થાય? કે સૂર્યોદયથી
થાય?
-
ઉત્તર :— નવકારશી પચ્ચક્ખાણમાં સૂર્યોદયથી માંડી બે ઘડીની અંદર જમવું કલ્પે નહિ, કેમકે પચ્ચક્ખાણનો ભંગ થાય છે. “૩૫ણ્ સૂરે નમુહ્રાસહિ પદ્મવામિ” ઈત્યાદિ સૂત્રના વ્યાખ્યાનમાં અને યોગશાસ્ત્રની ટીકા વિગેરેમાં તેમજ કહ્યું છે. ॥ ૩-૫૩૯ ॥
પ્રશ્ન : પ્રતિક્રમણ હેતુગર્ભ ગ્રંથમાં રાઈય પ્રતિક્રમણની વિધિમાં રાત્રિના પ્રાયશ્ચિત્તનો કાઉસ્સગ્ગ, તે પછી ચૈત્યવંદન, પછી સજ્ઝાય આ પ્રકાર પછી પ્રતિક્રમણની આદિમાં ચાર ખમાસમણા કહ્યા છે, અને એમ કરાતું નથી. તેનું શું કારણ છે?
ઉત્તર :— યતિદિનચર્યા વિગેરેમાં સજ્ઝાય પછી ચાર ખમાસમણ કહ્યા છે અને શ્રાદ્ધ દિનકૃત્ય ટીકા અને મંદારુવૃત્તિ વિગેરેમાં તો સજ્ઝાય પછી પ્રતિક્રમણ ઠાવવાનું કહ્યું છે. તેથી સજ્ઝાય પહેલાં ખમાસમણા દેવાય એમ જણાય છે. આ વિધિ પરંપરાએ બહુલતાએ કરાય છે. સમાચારી વિશેષે કરીને બન્ને પ્રકારે પણ વિરોધ નથી જ. ॥ ૩-૫૪૦ ॥ પ્રશ્ન: વ્યલિંગીનું દ્રવ્ય દેરાસરમાં, પ્રતિમામાં જીવદયામાં કે જ્ઞાનભંડારમાં ક્યાં ક્યાં વપરાય?
ઉત્તર :— દ્રવ્યલિંગીનું દ્રવ્ય દેરાસરમાં અને પ્રતિમામાં વાપરવું યોગ્ય નથી. પણ જીવદયામાં અને જ્ઞાનકોશમાં ઉપયોગી થાય, એમ જાણેલ છે. ॥ ૩-૫૪૧ ॥