________________
૧૫૩
પ્રશ્ન: સૂર્યગ્રહણની અસજ્જાય ક્યાંથી માંડી ક્યાં સુધી હોય? તેમજ યોગવાળા સાધુઓને કેટલા પવેણા ન સૂઝે?
ઉત્તર :— જ્યાંથી સૂર્યગ્રહણ થાય, ત્યાંથી માંડી એક અહોરાત્રિ સુધી અસજ્ઝાય છે, તે મુજબ એક પવેણું અશુદ્ધ બને, એમ જણાય છે. ૫૩-૫૫૮ ॥ પ્રશ્ન: સત્તરભેદી પૂજામાં દરેક પૂજાએ થાલીમાં કલશ ઉપાડાય? કે નહિ ? ઉત્તર :— “થાલીમાં દરેક પૂજાએ લશ મૂવો” એવો નિયમ જાણ્યો નથી, પણ જે વસ્તુની પૂજા હોય, તે વસ્તુ થાલીમાં મૂકાય છે, તેવી પ્રવૃત્તિ દેખાય છે. ॥ ૩-૫૫૯ ॥
પ્રશ્ન: વીશસ્થાનક પૂજામાં ચૌદમી પૂજા ભણાવી રહ્યા પછી; થાળમાં દીવો મૂકી બાકીની પૂજા ઊભા ઊભા ભગાવવી ? કે દીવાનો અધિકાર નથી?
ઉત્તર :— પંદરમી પૂજાથી થાલીમાં દીવો મૂકવો જ જોઈએ, તેવો નિયમ જાણ્યો નથી. ૫૩-૫૬૦
પ્રશ્ન : તિર્યંચનું લીલું હાડકું પડેલ હોય, તેની અસજ્ઝાય કેટલા પહોર સુધી હોય?
ઉત્તરઃ—
:— તિર્યંચના લીલા હાડકાની ત્રણ પહોરની પણ ઉપર જ્યાં સુધી લીલું હોય, ત્યાં સુધી અસજ્ઝાય થાય છે, એમ જણાય છે. ૫૩-૫૬૧॥
પણ્ડિતશ્રી જનાનન્દ ગણિકૃત પ્રશ્નોત્તર.
પ્રશ્ન: બ્રાહ્મી, સુંદરી બાળ બ્રહ્મચારિણી હતી ? કે વિવાહ કર્યો હતો? ઉત્તર :— બ્રાહ્મી અને સુંદરીનો વિવાહ થયો હતો. ॥ ૩-૫૬૨ ॥
પણ્ડિતશ્રી કુંવરવિજય ગણિકૃત પ્રશ્નોત્તર.
પ્રશ્ન : મોતી સચિત્ત ? કે અચિત્ત? અને પૃથ્વીકાયદલ ? કે અપ્કાયદલ ? ઉત્તર :— મોતી અચિત્ત છે, અને પૃથ્વીકાયદલ રૂપ હોય છે. ૩-૫૬૩॥ પણ્ડિતશ્રી ચારિત્રોદય ગણિકૃત પ્રશ્નોત્તરો.
પ્રશ્ન: શામ્બ અને પ્રદ્યુમ્ન સાધુ સાડાઆઠ ક્રોડ સાધુઓ સાથે સિદ્ધાચલ ઉપર સિદ્ધિવર્યા છે, અને તેના નામના બે શિખર ગિરનારજી ઉપર [સન પ્રશ્ન-૨૦...]