________________
૧૪૭
ઉત્તર :— દિવસ સંબંધી તિવિહાર પચ્ચક્ખાણમાં તફ તિવિપવવાને મળતિ ગ વાળને છ આવા- “તેમ તિવિહાર પચ્ચક્ખાણમાં પાણી સંબંધી છ આગારો હોય છે.” આ વચનથી દિવસે પાળલ્સના આગારો લેવાય છે, તેથી અચિત્ત જલ જ કલ્પે અને રાત્રિના તિવિહાર પચ્ચક્ખાણમાં પાણસના આગારો નથી, તેથી ચિત્ત જલ પણ કહ્યું છે. ૩-૫૩૦॥
પ્રશ્ન: પાંચસો ધનુષ્યની પ્રતિમાનું પૂજન દેવો કેવી રીતે કરે? શું તેવડું શરીર બનાવીને કરે? કે ઊંચે ઉચ્છળીને કરે? રાયપસેણીયમાં સૂર્યાભદેવે મોટું શરીર બનાવ્યું. ” એમ કહેલ નથી, અને ઉચ્છળીને પૂજા કરવી, તે શોભતી નથી, માટે જેવું હોય તેવું જણાવવા કૃપા કરશો.
-
ઉત્તર :— પ્રતિમા અનુસાર શરીર બનાવીને દેવો પૂજા કરે છે, પરંતુ તેવા અક્ષરો ગ્રંથમાં જોવામાં આવતા નથી, તેનું કારણ ખાસ અક્ષરો કહેવાજ જોઈએ તેવું જણાતું નથી એમ સંભવે છે. ૫૩-૫૩૧॥
પ્રશ્ન: દિવસે દિવસે સૂર્ય માંડલું બદલે છે, તો અધિક માસમાં કેવી રીતે કરે ? મંડલો તો દરેક અયનમાં નિયતજ હોય છે, અને ક્ષેત્ર પ્રમાણ પણ નિયતજ છે. તેમાં કેટલાક કહે છે કે-“હાનિ પામતા દિવસોને પૂરવા માટે માસવૃદ્ધિ છે” પણ હીયમાન દિવસ પૂરવા માટે વૃદ્ધિ પામતા દિવસો છે, તેમજ મસાટે માટે સુલવા આ માપે કરી શ્રાવણના છેલ્લા દિવસે ચાર અંગુલની વૃદ્ધિ જેવામાં આવે છે, તો બીજા શ્રાવણના છેલ્લા દિવસે ચાર અંગુલની વૃદ્ધિ થાય ? કે આઠ અંગુલની વૃદ્ધિ થાય ? જે ચાર અંગુલની થાય, તો શું ૬૦ દિવસ સુધી વારંવાર ત્યાંજ સૂર્ય ભમ્યા કરે છે? જેથી અંગુલમાન તેટલું જ રહ્યું ? માટે તેમાં મંડલે બંધ બેસતું થાય તેવી રીતે ઉત્તર આપવા કૃપા કરશો.
ઉત્તર:—સૂર્યના ૩૦ માસ થાય, ત્યારે ચંદ્રમાસ ૨૯ થાય છે. તે વખતે ૩૧મો માસ અભિવર્ધિત કહેવાય છે, તેથી કરીને સૂર્યમંડલોનું નિયતપણું છતાં, પણ અધિકમાસમાં પોરિસીવિગેરેના માનમાં કાંઇપણ દોષ આવતો નથી. વિશેષ જાણવા ઈચ્છુએ મંડલપ્રકરણ જોઈ લેવું. ૫૩-૫૩૨
પ્રશ્ન: આઠમ વિગેરે તિથિની વૃદ્ધિમાં પહેલી છોડીને બીજી તિથિનું આરાધન કરાય છે, તે દિવસે તો પચ્ચક્ખાણના અવસરે આઠમ ઘડી અથવા