________________
૧૪૨
પ્રશ્ન: યોગમાં કલ્પ્ય અને અકલ્પ્ય વિભાગ પચ્ચક્ખાણ ભાષ્યની અવસૂર્ણિમાં દત્તુથી માંડી છાશ સુધીનો લખ્યો છે, તેમાં છાશ લખી, તે હિંગે વધારેલી લેવી ? કે વધાર્યા વિનાની લેવી ? જો હિંગે વધારેલી હો, તો નહિ વઘારેલી છાશ પેજ છે, તો આ પ્રકારે હીંગના વઘાર વિનાની પૂરણ પટીરડી વિગેરે પે? કે નહિ ? તેમજ લહિંગડુ, પલેવ, વારક વડી વિગેરે ભગવતી યોગમાં ચમરા ઉદ્દેશા સુધી, અને આચારાંગ યોગમાં સાત સાતીયામાં અને ઉત્તરાધ્યયનના યોગમાં શ્પતી નથી, તો તેથી બીજા સ્થાનકોમાં યોગમાં તે ઘોલવડા વિગેરે ક્ષે? કે નહિ? તેમજ આયંબિલની કટકાણક અને કટકાણિકા યોગની અંદર કલ્પે? કે નહિ ?
-
ઉત્તર :— ગ્રંથમાં કહેલા અક્ષર મુજબ હીંગે વધારેલી છાશ અને પીરડી વિગેરે યોગમાં કલ્પે નહિ. બીજું તો ક્લ્પ છે, પરંતુ હમણાં તો વૃદ્ધવાદ મુજબ છાશ કલ્પે છે, અને પૂરણપટીરડી વિગેરે તો આયંબિલને યોગ્ય હોય તો જ યોગમાં કલ્પે છે, તેમજ લહિંગડું, પલેવ વિગેરે ભગવતી ચમરા ઉદ્દેશની અનુજ્ઞા વિગેરે ત્રણ સ્થાન વિના અન્ય સર્વ યોગમાં કલ્પે છે, અને વગારક વડી વિગેરે તો હાલના વૃદ્ધવાદ મુજબ આયંબિલ યોગ્ય હોય તે જ કલ્પે છે, બીજી નહિ. તેમજ કટકાણક વિગેરે પણ આયંબિલ યોગ્ય હોય તે કલ્પે છે. ૫૩-૫૧૬॥
પ્રશ્ન: : કોઈ ગૃહસ્થે ઘર દેરાસરમાં અરિહંત મહારાજનાં આભૂષણો કરાવ્યા, કાલાન્તરે તે ગૃહસ્થ ઘરકામ આવી પડવાથી તે વાપરી નાંખે, તો કલ્પે ? કે નહિ ?
ઉત્તર:— જો દેવને માટે જ કરાવેલ આભૂષણો હોય તો વાપરી શકાય નહિ, પરંતુ સામાન્યથી કરાવ્યા હોય, તો વાપરવા ૫ે છે, આ બાબતમાં પોતાનો જે અભિપ્રાય કરાવવા વખતે હોય, તે જ પ્રમાણ છે ॥૩-૫૧૭૫ પ્રશ્ન: પોસાતી શ્રાવકોને કપૂર વિગેરેથી કલ્પસૂત્ર વિગેરેની પૂજા તથા પોસાતી શ્રાવિકાઓને ગહુંલી અને લુંછણાદિક કરવું ૨ે ? કે નહિ ?
ઉત્તર :— પોસાતી શ્રાવકોને કપૂર વિગેરેથી પુસ્તકપૂજા દ્રવ્યસ્તવ હોવાથી સ્પે નહિ, ગુરુપરંપરાએ પણ અમોએ તેવું જ દેખ્યું છે. આવી રીતે પોસાતી શ્રાવિકાઓને ગહેલી અને લુંછણાદિક પણ કલ્પે નહિ, એમ જાણવું. ॥ ૩-૫૧૮ ॥