________________
૧૪ તેમાં તીર્થનો વિચ્છેદ છતાં પણ મુક્તિમાર્ગનો વિચ્છેદ નથી. કેમકે-જાતિસ્મરણ વિગરેથી તેની પ્રાપ્તિ થાય છે. અને નંદિટીકા વિગેરેમાં તેમજ બતાવેલ
જેમાં તીર્થ છતાં પણ સિદ્ધિગમનનો વિચ્છેદ છે, તે તો વિશેષે કરી સંહરણ થવાથી જાણવો, તેમજ સર્વ તીર્થકરોનું શાસન છતાં કેવલજ્ઞાનનો વિચ્છેદ થાય? કે નહિ ? એમ જે પૂછ્યું. તેમાં જાણવું કે એકાન્ત
નથી. ૩-૫૦૦ પ્રશ્ન: જે શ્રાવકે સચિત્ત વાપરવાનું પરિમાણ કર્યું હોય, તેણે લીલોતરીમાં
વનસ્પતિની સંખ્યામાં ચીભડાની જાતિ રાખી હોય, હવે તેણે એક સચિત્ત ચીભડું ખાધું, અને તે જાતનું બીજું ચીભડું કાંઈક ખાધું, તો તેને સચિત્ત એક ગણાય? કે બે ગણાય? જેમ પરબમાં પાણી પીધા છતાં એક સચિત્ત ગણાય છે, તેમ આમાં એક સચિત્ત ગણાય?
કે બે સચિત્ત ગણાય? ઉત્તર:–આ બાબતમાં પચ્ચખાણ લેતી વખતે જે ધારણા રાખી હોય
તે પ્રમાણે ગણાય. ૩-પરના પ્રશ્ન: જ્યારે સગરચકીના પુત્રોએ અટાપદ ઉપરના પ્રાસાદની રક્ષા માટે
ખાઈ ખોદી, અને ગંગા આણી તે વખતે નાગકુમારોના ભવનોમાં માટી અને પાણી પડયું, આ હકીકતમાં નાગકુમારો કયા જાણવા? કેમકે નાગકુમારના ભવનો રત્નપ્રભામાં પ્રમાણ અંગુલથી બનેલ-એક હજાર યોજનની નીચે છે, તેથી આવડી મોટી ભૂમી કેવી રીતે ખોદી શકાય? જો દંડરત્નના પ્રભાવથી કદાચિત ખોદી, એમ માનીએ, તોપણ હજાર યોજનની નીચે ૫ લાખ યોજનનો સીમા નામનો નારકાવાસો નરલોકની નીચે આવ્યો, તેમાં નાગરકુમારના ભવનોનો અસંભવ છે, માટે તે નાગકુમારો ક્યા? અને ઉત્તરાધ્યયન ટીકામાં નાગકુમારો અને તેઓનો અધિપતિ જવલનપ્રભ કહ્યો છે, તેનું વિશેષ સ્વરૂપ શાસ્ત્ર
વિગેરેમાં જોઈને જણાવવા કૃપા કરશો. ઉત્તર:-પન્નવણા સૂત્ર વિગેરે મુજબ-વીસ વડા ઈત્યાદિક ગાથામાં
કહેલા ભવનપતિના ભવનો હજાર યોજનની નીચે છે. પણ વસુદેવપીંડી વિગેરે ગ્રંથો મુજબ અનિયત પ્રમાણવાળા કાયમાન આકારવાળા તેઓના મંડપો અને પ્રાસાદો હજાર યોજન પહેલાં પણ જણાય છે. જેમ રત્નપ્રભાની