________________
૧૪૩
પ્રશ્ન: શ્રી લાતાસૂત્રમાં આઠમા અધ્યયનમાં અદીનશત્રુરાજાને મલ્લીકુંવરીના સ્વરૂપના બોધના અધિકારમાં- તદ્ ન સે મત્તુતિને યુમારે તસ્સ ચિત્તળસ્ત્ર સડાતાં છિંદ્રવંતિ- “તવાર પછી માદિત્ર કુમાર તે ચિતારાના સંડાસાને છેદાવે છે.” આ સૂત્રમાં સંદશ શબ્દનો શો અર્થ ? અને તેનું શું છેદન ર્યું? ટીકામાં વ્યાખ્યા કરેલી જણાતી નથી, અને આવશ્યક ટીકા ઉપદેશમાલા દોઢી ટીકા અને શ્રાદ્ધવિધિ વિગેરે ગ્રંથોમાં મૃગાવતીના સંબંધમાં સંદશક શબ્દજ લખેલો છે, પરંતુ તે શબ્દનો શો અર્થ ? તે બતાવેલ નથી, માટે અર્થ જણાવવા કૃપા કરશો ?
ઉત્તર :— સંદેશક શબ્દનો અર્થ અંગુઠો અને પાસેની પ્રદેશિની અંગુલી તે બે એકઠા થાય, તેનો અગ્ર ભાગ કહેવાય છે. કેમકે વિશેષાવશ્યક ટીકામાં ચિતારાના સંબંધમાં નિરપરાધી ચિતારાનો અંગુઠો અને પ્રદેશિની અંગુલીનો અગ્ર ભાગ શતાનિક રાજાએ છેદાવ્યો, એમ કહેલ છે. ૫૩-૫૧૯॥ પ્રશ્ન: શાતાસૂત્રના મઠ્ઠી અધ્યયનમાં ખાવ વીસતિમાઓ સિઝુનાઓ જીવંત ભૂમી, તુવાસ-પરિઞાપ્ તમાસી-“યાવત્-વીશ પુરુષ જુગ સુધી જુગાંતકર ભૂમિ છે, અને બે વર્ષના પર્યાય થયે છતે કોઈ મોક્ષમાં ગયું તે પર્યાયાંતકર ભૂમિ છે. આ સૂત્રમાં “મિજિનથી માંડી તેમના તીર્થમાં વીશ પુરુષ સુધી સાધુઓ સિદ્ધ થયા, તે પછી આગળ સિદ્ધિગમનનો વિચ્છેદ થયો.” એમ ટીકામાં કહ્યું છે. તો પટ્ટધર સાધુઓને કેવલજ્ઞાનનો અભાવ થયો? કે સર્વ સાધુઓને અભાવ થયો ? જે તમામને કેવલજ્ઞાન પામવાનો વિચ્છેદ થયો એમ કહો, તો પન્નવણા ટીકા વિગેરેમાં પ્રથમ પદમાં સિદ્ધના પંદર ભેદની અંદર અતીર્થ સિદ્ધના અધિકારમાં સાત આંતરાઓમાં તીર્થનો વિચ્છેદ છતાં પણ સિદ્ધિગમન બતાવ્યું છે, તે કેમ બતાવ્યું? અને જે, તીર્થના વિચ્છેદમાં પણ મોક્ષે જવાય, તો તીર્થ છતાં કેમ ન જવાય? જો આમાં પટ્ટધરોજ લેવાય, તો બે વરસનો પર્યાય થયો, ત્યારે સાધુજ સિદ્ધ થયા એમ માનવું પડશે. આ પ્રકારે બીજા તીર્થંકરોનું શાસન છતાં કેવલજ્ઞાનનો વિચ્છેદ થાય ? કે નહિ?
=
ઉત્તર :— મલ્લિજિન તીર્થમાં વીશમા પટ્ટધર પછી સર્વ સાધુ વગેરેને સિદ્ધિ ગમનનો નિષેધ જાણવો. પણ સુવિધિનાથ વિગેરે તીર્થંકરોના આંતરામાં તીર્થનો વિચ્છેદ છતાં, સિદ્ધિગમન કેમ કહ્યું ? એવી શંકા કરવી નહિ.