________________
૧૪૧ ઉત્તર:-વીર જન્માભિષેક વખતે ઉપલો સંશય દૂર થયા પછી સૌધર્મ
ઈંદ્રની આશાએ અમૃત ઈંદ્ર અભિષેક કરે છે, તે અયુક્ત નથી. વીરચરિત્ર
વિગેરેમાં તે પ્રમાણે જ કહેલું જોવામાં આવે છે. ૩-૫૧૦ પ્રશ્ન: જિનકલ્પી તે ભવમાં મોતે કેમ જતા નથી ? કર્મની બહુલતા કારણ
છે? કે કોઈ બીજું કારણ છે ? અને તેને સપક ઉપશમ શ્રેણીમાંથી
કોઈ શ્રેણી હોય? કે નહિ? ઉત્તર:–તેનો તેવો કલ્પ હોવાથી તે ભવમાં જિનકલ્પી મોક્ષે જતા નથી.
અને ઉપશમ શ્રેણી તો કોઈક પામે છે, પણ શપક શ્રેણી પામતા
નથી, એમ પંચવસ્તુ ગંથમાં કહ્યું છે. ૩-૫૧૧ પ્રશ્ન: ઉપધાનમાંથી નીકળવું હોય, તો છેલ્લા દિવસે તપ કરવું જોઈએ? કે
એકાસણાથી પણ ઉતરી શકાય? ઉત્તર:-એકાસણા વિગેરેથી પણ ઉતરવું કલ્પ છે, પણ “યોગની પેઠે તપ
છેલ્લે દિવસે કરવો જોઈએ.” તેવો નિયમ નથી. ૩-૫૧રા પ્રશ્ન: પરિમા વહન કરનાર શ્રાવિકાઓ તુ સંબંધી અસજઝાય થઈ હોય, તે તો પર્વ દિવસે પોસહ અને રાત્રિના કાઉસ્સગ્ગો કેવી રીતે કરે ?
તે જણાવવા કૃપા કરશો. ઉત્તર:–અસજઝાયમાં પડિમાવાહક શ્રાવિકાઓ મૌનથી પોસહ અને કાઉસ્સગ્ગ
કરે છે, એમ વૃદ્ધવાદ છે. ૩-૫૧૩ પ્રશ્ન: જીવાભિગમ સૂત્ર વિગેરેમાં નપુંસકને ચારિત્ર કહેલું છે, તે સમકિતી
કે દેશવિરતિ કે સર્વવિરતિ હોય ? તેમજ સિદ્ધના ૧૫ ભેદ કહ્યા, તેમાં મૂળ નપુંસપણે મોક્ષ પામે ? કે કુત્રિમ નપુંસકપણે પામે?
તે પાઠ સહિત બતાવવા કૃપા કરશો? ઉત્તર:- જાતિ નપુંસક સમકિત અને દેશવિરતિ સુધી સ્વીકારી શકે છે, પણ
આગળ ચઢી શકતો નથી, તેથી મોક્ષ સુધીની પ્રાપ્તિ પણ કૃત્રિમ નપુંસકોને
હોય છે. ૩-૫૧૪ પ્રશ્ન: વિગઈ પકવાનોનું જ કાલમાન હોય? કે તમામ પકવાનોનું હોય? ઉત્તર:–-નિવિયાતા અને અનિવિયાતા તમામ પકવાનોનું કાલમાન તુ આશ્રયીને
જે કહેલ છે તે હોય છે એમ વૃદ્ધ પુરુષો કહે છે. તે ૩-૫૧૫.