________________
૧૪૦
જેવામાં આવતું નથી, અને કોણિક તીર્થંકર થશે તેવા અક્ષરો કોઈ ગ્રંથમાં લેવામાં આવેલા સ્મરણમાં નથી. ૫૩-૩-૫૦૫
પ્રા: ચૈત્ર માસમાં કરવાનો કાઉસ્સગ્ગ કરવાનું ભૂલી જવાયું હોય, તે સાધુ જેમ પોતે યોગવહન કરી શકે નહિ, તેમ બીજાને યોગના પવેણા વિગેરે ક્રિયા કરાવી શકે? કે નહિ? તેમજ કાલ લેવાનું . દાંડીધરપણું તથા દિશાવલોક કરી શકે? કે નહિ?
ઉત્તર:— કાઉસ્સગ્ગ ન ર્યો હોય, તેને પોતાને યોગસંબંધી ક્રિયા કરવી કે કરાવવી કલ્પે નહિ. ॥ ૩-૫૦૬ ॥
પ્રશ્ન: ચૈત્ર અને આસો માસની, તથા ચોમાસીની અસાય, પાંચમ અને ચૌદશના બે પહોર પછી લાગે છે, તે બે પહોર તિથિભોગની અપેક્ષાથી લેવા ? કે સૂર્યોદયથી લેવા ?
ઉત્તર :——ચૈત્ર અને આસો માસમાં પાંચમ તિથિના અડધા ભાગથી અસ્વાધ્યાય થાય, પણ સૂર્યોદયથી નહિ, તેમજ-ચોમાસી અસાય પણ ચૌદશ તિથિના અડધા ભાગથી લાગે, એમ વૃદ્ધસંપ્રદાય છે. ॥ ૩-૫૦૭૫
પ્રશ્ન: શ્રી ઋષભદેવ સ્વામીનો જીવ પાછલા પાંચમા ભવમાં લલિતાંગ દેવ હતો, તેને સ્વયંપ્રભા નામની જે દેવી હતી, તે અવીને નિર્નામિકા થઈ? કે કોઈ બીજી થઈ?
-
ઉત્તર :— પાછલા પાંચમા ભવમાં ઋષભદેવનો જીવ લલિતાંગ દેવ થયો તેની સ્વયંપ્રભા દેવી ચ્યવી ગઈ, તેના સ્થાને અન્ય જીવ નિર્નામિકા દેવી થયો, એમ આવશ્યક મલયગિરિ ટીકા વિગેરે અનુસાર જણાય છે. માટે આમાં શંકાને સ્થાન નથી. ॥ ૩-૫૦૮ ॥
પ્રશ્ન: કલ્પસૂત્રમાં ૪૨ સ્વપ્નો અને ત્રીસ મહાસ્વપ્નો સર્વ મળી ૭૨ સ્વપ્ન ઈત્યાદિ કહેલ છે, તો તે ૭૨નાં નામો કોઈ પણ ગ્રંથમાં છે? કે નહિ?
ઉત્તર:— ૭૨ સ્વપ્નોનાં નામો ગ્રંથમાં જોવામાં આવ્યાં હોવાનું સાંભરતું નથી. ॥ ૩-૫૦૯ ॥
પ્રશ્ન: મેરુ પર્વત ઉપર વીરજિનના જન્માભિષેક વખતે સૌધર્મ ઈંદ્રને સંશય ઉપજ્યો છે. તો પહેલાં અચ્યુતઈંદ્ર સ્નાત્રાભિષેક કરે, તે કેવી રીતે યુક્ત ગણાય?