________________
૧૨૯
પ્રશ્ન: શાન્તિનાથ ભગવાનની માતાએ બે વખત ચૌદ સ્વપ્ન દેખ્યા કે એક
વખત ?
ઉત્તર:—શત્રુંજ્ય માહાત્મ્યમાં આઠમા પર્વમાં કહ્યું છે કે:द्विःस्वप्नदर्शनादर्हच्चक्रिजन्म सुनिश्चया । રત્નામૈવ સા ગમ, ધમા શુમલોહા 186 II
-
“બે વાર સ્વપ્ન દેખવાથી અરિહંત અને ચકીના જન્મનો જેને નિશ્ચય થયેલ છે, એવી તે માતા રત્નગર્ભા પૃથ્વી પેઠે ગર્ભને શુભ દોહલાવાળી થઈ ધારણ કરવા લાગી.” આ પ્રકારે બીજા ગ્રંથમાં પણ છે. તેથી અચિરામાતાએ બે વાર સ્વપ્નાં જોયાં હતાં. ॥ ૩-૪૫૫॥
પ્રશ્ન: ૪: તપ કરવાની અશક્તિવાળા શ્રાવકે આલોયણમાં દ્રવ્ય વાપરવાનું લીધું, તો તે દ્રવ્ય દેરાસરમાં વપરાય? કે બીજે ઠેકાણે વપરાય? અને ખરચવાનું દ્રવ્ય પ્રમાણ કેટલું અપાય ?
ઉત્તર :— આલોયણમાં તપ કરવાની શક્તિ ન હોય, તો શ્રાવકને સંપત્તિ મુજબ દ્રવ્ય ખર્ચવાંનું બતાવાય, પણ આટલું જ ખર્ચવું" એવો નિયમ હોય નહિ. અને તે દ્રવ્ય જીવદયા, જિનમંદિર અને જ્ઞાનભંડાર વિગેરેમાં અવસર મુજબ ખર્ચ કરવું જોઈએ. ॥૩-૪૫૬॥
પ્રશ્ન: શ્રાવક વાંદણાં દેતાં મુહપત્તિએ કરી ગુરુચરણને પૂંજે, તો આશાતના લાગે ? કે નહિ ?
ઉત્તર :— મુહપત્તિએ ગુરુપગે પૂંજે તેમાં આશાતના થાય તેવું જાણ્યું નથી. પણ ઉલટું ગુરુચરણનું પૂંજવું, તે વ્યાજબી છે. જેમ શિષ્ય ગુરુચરણને રજોહરણે કરી પૂજે છે, તેમ આ પણ જાણવું. ॥ ૩-૪૫૭ ॥
પ્રશ્ન: છકીયું ઉપધાન વહન કર્યાં બાદ છ મહિનાની અંદર માળા પહેરવી જોઈએ ? કે છ માસ પછી પણ પહેરાય ?
ઉત્તર :— છકીયા પછી છ માસમાંજ માળા પહેરવી જોઈએ એવો એકાંત જાણ્યો નથી, પણ જેમ વેલાસર પહેરાય તેમ કરવું તે શ્રેષ્ઠ છે. ૫૩-૪૫૮॥ પ્રશ્ન: ઉપધાનની વાચના તપ પૂર્ણ થાય ત્યારે તપના દિવસમાંજ અપાય ? કે બીજા દિવસે પણ અપાય ?
[સન પ્રશ્ન-૧૭...]