________________
૧૨૭
ઉત્તર :— ઉપધાન વહેનારાઓ પવેણાની ક્રિયા પૂર્ણ થયા બાદ મુહપત્તિનું પડિલેહણ કર્યા વિના પણ આલોયણ લેતા અને ખામણાં કરતા પરમગુરુ શ્રી વિજ્યહીરસૂરીશ્વર મહારાજા પાસે જોવામાં આવ્યા છે, અને હમણાં પણ તેમજ કરાય છે. ॥ ૩-૪૪૭॥
પ્રશ્ન: શ્રાવક વિગેરે નવકારવાળી વિગેરેની સ્થાપના સાધુપેઠે બે નવકારે કરે? કે ત્રણ નવકારે કરે ?
ઉત્તર :— શ્રાવક વિગેરેથી નવકારવાળી વિગેરે ત્રણ નવકારે સ્થાપી શકાય છે, એમ અવિચ્છિન્ન પરંપરા છે. પણ ઉઠાવવા વખતે તો શ્રાવકે કે સાધુએ એકજ નવકારે ઉઠાવી લેવી. ॥ ૩-૪૪૮ ॥
પ્રશ્ન:
: જીવોને ઈંદ્રપણાની પ્રાપ્તિ એક વખત થાય ? કે અનેક વખત થાય ? ઉત્તર :— ઈંદ્રપણું અને ચક્રિપણું જીવ અનેક વખત પ્રાપ્ત કરે છે.
देविंदचक्कवट्टित्तणाई मुत्तूर्णं तित्थयरभावं ।
अणगारभाविआवि अ, सेसा य अणंतसा पत्ता ॥ १ ॥
“ઈંદ્રપણું, ચક્રવર્તિપણું, તીર્થંકરપણું અને ભાવિત અણગારપણું આ ચાર બાબતને છોડી બાકીના ભાવો જીવોએ અનંતી વખત પામેલા છે.” આ ગાથા પચ્ચક્ખાણ પયજ્ઞામાં છે. દેવેન્દ્રપણું અને ચક્રવર્તિપણું અનેક વખત પમાય, પણ અનન્તી વખત પમાતું નથી એ ભાવાર્થ છે. તેમજदेविंदचक्कवट्टित्तणाई रज्जाई उत्तमा भोगा ।
पत्ता अनंतखुत्तो, न यऽहं तत्तिं गओ तेहिं ॥१॥
“દેવેન્દ્રપણું, ચક્રવર્તિપણું, રાજ્ય અને ઉત્તમ ભોગો અનંતવાર હું પામ્યો પણ તેથી તુમ થયો નહિ.” આ ગાથા મરણસમાધિપયન્નામાં અને મહાપ્રત્યાખ્યાન પયજ્ઞામાં છે. આમાં અનન્ત શબ્દ વાપરેલો છે, તે અનેક વખત એવા અર્થવાળો છે, એમ જાણવું. આ પાઠથી ભવ્ય જીવોને ઈંદ્રપણું અનેક વખત પમાય છે. ૫૩-૪૪૯॥
પ્રશ્ન: જીવના પ્રદેશથી આકાશપ્રદેશ સરખો છે? કે હીન છે? કે અધિક છે?
–
ઉત્તર :— જીવના એક પ્રદેશનું અને આકાશના એક પ્રદેશનું એકના બે ભાગ ન થાય તેવું સ્વરૂપ હોવાથી તુલ્યપણું છે, એમ માનવું. ॥૩-૪૫ગા