________________
૧૩૬
મોડો ઉચ્ચરેલો ઉપવાસ તપ, સર્વથા આલોયણમાં ગણી શકાય નહિ, એવો એકાંત અમોએ જાણ્યો નથી. ૩-૪૮૬॥
પ્રશ્નઃ સૌધર્મ દેવલોકમાં કિલ્બિષિયાના વિમાનો ૩૨ લાખમાં આવી જાય? કે નહિ ? અને તે દેવોને સમક્તિ હોય? કે નહિ ? અને તેમાં નિપ્રતિમા હોય ? કે નહિ ?
ઉત્તર:—સૌધર્મ દેવલોકમાં ૩૨ લાખ વિમાનો છે, અને કલ્બિષિયાના વિમાનો તો તેની નીચે છે, એમ સંગ્રહણી ટીકા વિગેરેમાં કહ્યું છે. તેમજ તેઓને સમકિત હોય, કે પ્રતિમાપૂજા હોય, તેવા અક્ષરો શાસ્ત્રમાં જોયાનું સ્મરણમાં નથી. ॥ ૩-૪૮૭૫
પ્રશ્ન: લવણસમુદ્રમાં મોટા કલશોના અને નાના કલશોના મુખો સર્વથા પાણીની નીચે છે? કે હજાર ોન ઉપર છે?
ઉત્તર:—લશોના મુખો પાણીની નીચે ભૂમિસાથે જોડાયેલા છે, એમ પ્રવચન સારોદ્ધાર ટીકા અને ક્ષેત્રસમાસ ટીકા અનુસાર જણાય છે. ૫૩-૪૮૮૫ પ્રશ્ન: મેરુની મેખલાનું સ્વરૂપ કેવા આકારે છે?
ઉત્તર:
મેખલા અહીં બતાવેલી આકૃતિએ મેરુની અંદર છે, પણ બહાર નથી. ॥ ૩-૪૮૯॥
પ્રશ્ન: પઢિમા વહન કરનાર સાધુ ક્ષોભ પામે નહિ તો અવધિજ્ઞાન વિગેરે પામે છે, જે ક્ષોભ પામે તો તેને ઉન્માદ, રોગ વિગેરે થઈ જાય છે, પરંતુ, તે ક્ષોભ કેમ પામે? કેમ કે સ્વયં પોતે પૂર્વધર હોય, તેથી પહેલાં ઉપયોગ આપેલો હોય, તથા પૂર્વધરની આજ્ઞાએ પડિમા સ્વીકારી હોય છે.
ઉત્તરઃ— જેમ પડિમા સ્વીકારનાર પોતે પૂર્વધર હોય, તેમ આપનાર પણ પૂર્વધર હોય છે, છતાં બન્નેય છદ્મસ્થ હોય છે, તેથી તે સમયે શ્રુતનો ઉપયોગ ન પણ હોય, માટે કેમ ક્ષોભ પામે ? તે શંકા રહેતી નથી. ॥ ૩-૪૯૦॥ પ્રશ્ન: ૩૬૩ પાખંડીઓ સમવસરણની બહાર બેસે ? કે અંદર બેસે ?
ઉત્તર :— પાખંડીઓ પ્રાય: કરી બહારજ હોય છે. કોઈક સમવસરણની અંદર કદાચિત્ આવે, તેમાં પૂછવા જેવું શું છે? ॥૩-૪૯૧ ॥
પ્રશ્ન: અધો ગ્રામમાં જનારી શીતોદા નદી સમુદ્રમાં શી રીતે પ્રવેશ કરે?
ઉત્તર :—શીતોદા નદી યન્તદ્વાર નીચે થઈ, હજારો બેજન ભૂમિની અંદર