________________
૧૩૪
ઉત્તર:-પ્રભાતિક પ્રતિક્રમણમાં છાપો મથુદ્ધિ કહ્યા બાદ, જે દેવવંદન
કાય છે તે એક ચૈત્યવંદન, અને સાંજના પ્રતિકમણમાં દેવસી પ્રતિક્રમણ ઠાવ્યા પહેલાં જે દેવવંદન કરાય છે તે બીજું ચૈત્યવંદન, એમ સંઘાચાર
વૃત્તિમાં બતાવ્યું છે. ૩-૪૭૫ / પ્રશ્ન: વીર ભગવાને કરેલા ૨૨૯ છઠ્ઠ કરવાનો કોઈએ નિયમ લીધો હોય,
પછી શક્તિ ન પહોંચતી હોય, તો એકાંતરે ઉપવાસોએ કરી તે પૂર્ણ
કરી શકાય? કે નહિ? ઉત્તર:- જે ૨૨૯ છઠ્ઠ કરવા ઉચ્ચય હોય, તો છઠ્ઠજ કરી પૂર્ણ કરવા
જોઈએ. ૩-૪૭૬ પ્રશ્ન: આસો અને ચૈત્ર મહિનાની અસક્ઝાયમાં ઉપવાસ કરાય, તે વીસસ્થાનક
તપમાં ગણી શકાય? કે નહિ? ઉત્તર:- આસો અને ચૈત્ર મહિનાની અસક્ઝાયમાં સાતમ, આઠમ, અને
નોમને દિવસ કરેલો ઉપવાસ વીસસ્થાનક તપમાં ગણી શકાય નહિ. I ૩-૪૭૭ : વીર ભગવાનના જન્મમાં સુખડી વિગેરે પકવાન લઈ લોકો આવે
છે, તેના ઉપર સાધુઓએ વાસક્ષેપ નાંખવો ? કે નહિ? ઉત્તર –વીરજન્મમાં ગોલપાપડી વિગેરે ઉપર વાસક્ષેપ નાંખવાની પરંપરા
સુવિહિત સાધુઓની નથી. તે ૩-૪૭૮ " પષ્ઠિત શ્રીવિનયકુશલ ગણિકૃત પ્રશ્નોત્તર : જન-વ્યારા-સંબોળો ના “ચરકપરિવ્રાજક બ્રહ્મદેવલોક સુધી જાય
છે.” તો બારમા દેવલોકમાં અને રૈવેયકમાં કયા મિથ્યાત્વીઓ ઉપજે? ઉત્તર: બારમા દેવલોકે ગોશાલામતના આજીવિકા મિથ્યાષ્ટિઓ જાય છે.
અને રેવેયકમાં સાધુવેષને ધારણ કરનાર નિકૂવો વિગેરે મિબાદષ્ટિઓ
ઉપજે છે, એમ ઉવવાઈસૂત્ર વિગેરેમાં કહ્યું છે. ૩-૪૭૯ શ્ન: તાલિતાપસે સાધુઓ દેખ્યા, અને સમકિત પામ્યો, આ પ્રકારનો પ્રઘોષ
ચાલે છે, તે કયા શાસ્ત્રમાં છે? ઉત્તર:-શ્રીજિનેશ્વર સૂરિકૃત કથાકોશમાં આ પ્રઘોષ છે. ૩-૪૮૦