________________
૧૩૧
પ્રણા: મુહપત્તિના પડિલેહણમાં સુરજ સહિ “સૂત્ર અર્થ તત્ત્વ કરી સછું”
વિગેરે ભાવના કરી છે, તે સ્થાપનાચાર્યના પડિલેહણમાં કરાય ? કે
નહિ? ઉત્તર:-પ્રવચન સારોબાર ટીકા-અને પ્રતિક્રમણ હેતુગર્ભ વિગેરે ગ્રન્થોમાં
મુહપત્તિ અને દેહના પડિલેહણમાં ૫૦ બોલની ભાવના કહી છે, પણ સ્થાપનાચાર્ય પડિલેહણની કહી નથી, તો પણ મુહપત્તિ પડિલેહણના ત્રણ કારણો કહ્યા છે, જેમકેजइवि पडिलेहणाए हेऊ जियरक्खणं जिणाणा य। तहवि इमं मणमक्कडनिजंतणत्थं मुणी बिंति ॥१॥
“જોકે પડિલેહણાનો હેતુ જીવોનું રક્ષણ અને જિનેશ્વરની આજ્ઞાનું પાલન કહેલ છે, તો પણ મનરૂપ માંકડાને રોકવાને માટે આ પચાસ બોલ બોલવાનું જ્ઞાનીઓ કહે છે.” આ કારણો સ્થાપનાચાર્ય વિગેરેમાં પણ જણાય છે, માટે સ્થાપનાચાર્યની મુહપત્તિ વિગરેમાં પણ બોલ
કરવા જોઈએ એમ જણાય છે. ૩-૪૬૩ ? , પ્રજ: શ્રાવકોને ઉપવાસમાં ચોખાનું ધોવાણ અને રાખોડીથી બનેલ અચિત્ત
પાણી પીવું કલ્પે? કે નહિ? ઉત્તરઃ-ઉપવાસમાં શ્રાવકોને પ્રાસુક પાણી અને ઉષ્ણજલ એમ. બે પાણી
પીવા કલ્પે છે, ચોખાનું ધોવણ અને રક્ષાજલ પ્રાસુક હોય છે, પણ
તે શ્રાવકોને કલ્પ નહિ ૩૪૬૪ મ: કુણ વાસુદેવે ૧૮ હજાર સાધુને વાંદણાં દીધાં, તે લબ્ધિએ દીધાં?
કે એમને એમ? જે લબ્ધિએ દીધાં કહો, તો વીશ સાલવીએ દીધાં,
તે લબ્ધિએ દીધાં? કે કેમ? , ઉત્તર:-કૃષ્ણ વાસુદેવે હજાર વિગેરે પરિવારવાળા થાવસ્ત્રાપુત્ર વિગેરે અગ્રેસર
મુનિરાજેને વાંદરાં દીધાં, તેમાં તેમનો પરિવાર સમાઈ ગયો જ, તેથી મને કરીને તો અઢાર હજાર સાધુઓને વાંદણાં આપેલાં જ હતાં. જે આ પ્રકારે ન માનીએ, તો ૧૮ હજારને વાંચવામાં કાલ પહોંચે નહિ કેમકે-તે વખતે અત્યાર કરતાં કાંઈ દિવસ મોટો ન હતો. તેમજ કુષણ વાસુદેવને પણ વંદન દેવાની લબ્ધિ પણ હોય, તેમ જાણું નથી. માટે વીર સાલવીને ૧૮ હજારને વાંદવામાં કાંઈ પણ શંકા કરવાની