________________
૯૧
શ્રી હીરવિજયસૂરિશિષ્ય પંડિત રામવિજય ગણિકૃત પ્રશ્નોત્તરો.
પ્રશ્ન: સિતિ ગત્તિમા ,િ ૬૪ સંવવદાર-નીવાસિમન્નાઓ
जंति अणाइवणस्सइरासीओ तत्तिआ तम्मि ॥१॥
આ ગાથા અનુસાર જેટલા સિદ્ધ થાય, તેટલા જીવો અનાદિનિગોદમાંથી વ્યવહાર રાશિમાં આવે છે. આ પ્રકારે અનાદિ સંસારને આશ્રયીને વિચાર કરતાં, જેટલા સિદ્ધ થયા, તેટલાજ સદા વ્યવહારી જીવો અનાદિનિગોદથી બહાર આવેલ છે, અધિક નહિ.
પરંતુ વાલ્સ નિોયમ્સ અનંત-માળો સિદ્ધિ-યો. આ ગાથાને અનુસરીને, સૂક્ષ્મ અને બાદર એ બેમાંથી, એક નિગોદનો અનન્તમો ભાગ સિદ્ધ થયો છે, તેમજ વ્યવહારી જીવો પણ એક નિગોદના અનન્તમા ભાગે હોવા ઘટી શકે છે, એમ જણાય છે. કેમકે-સર્વ જીવોના બે પ્રકાર છે, એક વ્યવહારી, અને બીજો અવ્યવહારી, તેમાં સૂક્ષ્મનિગોદજ અવ્યવહારી છે, અને બીજા વ્યવહારી છે. આ પ્રમાણે બાદરનિગોદ વિગેરેમાં સિદ્ધ કરતાં અનન્તાનન્તગુણા જીવો છે, તેથી સિદ્ધ જીવો કરતાં વ્યવહારી જીવો અધિક છે? કે તુલ્ય છે? તે જણાતું નથી, માટે તે બતાવવા કૃપા કરશો.
ઉત્તર :— સિદ્ધના જીવો એકનિગોદના જીવો કરતાં અનન્તમા ભાગના કહ્યા છે, અને નિગોદો સૂક્ષ્મ અને બાદર એમ બે પ્રકારે છે. જેટલા જીવો સિદ્ધિપદને પામે છે, તેટલા જીવો સૂક્ષ્મનિગોદથી નીકળી વ્યવહાર રાશિ જીવોમાં આવે છે, માટે સિદ્ધના જીવોનું અને વ્યવહાર રાશિના જીવોનું તુલ્યપણું ક્યાંથી થાય ? અને તે તે ગ્રંથો અનુસાર વ્યવહાર રાશિનું અનાદિપણું ભાસમાન થતું હોવાથી, સિતિ ગત્તિયા આ ગાથાનો અર્થ પણ વ્યવહાર રાશિના અનાદિપણા અનુસાર જ ભાવવો જોઈએ. ૫૨-૩૪૬॥ પ્રશ્ન: સંસારમાં ફરતો એક જીવ કેટલી વખત ઈંદ્રપણું, ચક્વર્તિપણું વિગેરે પામી શકે? અને આ બાબત યા શાસ્ત્રમાં કહી છે?
ઉત્તર :— આટલી વખત પામી શકે, તેવો નિયમ શાસ્ત્રમાં જોવામાં આવેલ નથી. બે વખત પામી શકે તેવા અક્ષરો તો, સાક્ષાત્ ભગવતી સૂત્ર વિગેરેમાં દેખાય છે, પરંતુ પ્રાય: કરી બહુ વખત ન પામે, એમ સંભવિત લાગે છે. ૨-૩૪૭ગા