________________
૧૧૬
અને વિકૃતિ મળે ગણાય છે. હાલમાં કેટલાકો તો દ્રવ્યની અંદર પણ ગણતરી કરતા દેખાય છે. વળી, રસનો સ્વાદ નહિ હોવાથી રૂપા વિગેરે ધાતુની સળી મુખમાં નાખવામાં આવી જાય, તો દ્રવ્યમાં ગણાતી નથી. ૩-૪૧૦ : લોકો જિનકલ્પી મુનિને નગ્ન દેખે? કે નહિ? ઉત્તર લોકો તેને નગ્ન દેખે છે. કેમકે શાસ્ત્રમાં “લજાને જિવનાર હોય,
તે જિનકલ્પ અંગીકાર કરે,”એમ કહ્યું છે. ૩-૪૧૧ પ્રશ્ન: ઔષધની રસસામગ્રીમાં વચ્છનાગ વિગેરે નાંખેલ હોય તે અભક્ષ્ય થાય?
કે નહિ? ઉત્તર:–ઔષધ વિગેરેમાં વચ્છનાગ, ભંગિપોસ્ત, અહિરેન વિગેરે નાંખેલ હોય,
તે દવા નિમિત્તે ગ્રહણ કરાય, તો અભક્ષ્ય નથી, પણ કામદેવને નિમિત્તે
ગ્રહણ કરે, તો અભક્ષ્ય છે. [૩-૪૧૨ પ્રશ્ન: અઢી દ્વિીપમાં એક સમયમાં જઘન્ય અને ઉત્કૃષ્ટથી કેટલા તીર્થકરોનો
જન્માભિષેક થાય? અને કેટલા આરામાં જન્માભિષેક થાય? ઉત્તર:–અઢી દ્વીપમાં જઘન્યથી એક સમયમાં પાંચ મેરુ ઉપર દશ તીર્થકરોનો
ઈન્દ્રો જન્માભિષેક કરે છે. અને ઉત્કૃષ્ટથી ૨૦ તીર્થકરોનો અભિષેક કરે છે. તથા તે જન્માભિષેક જધન્યથી ચાર આરામાં થાય છે, અને
ઉત્કૃષ્ટથી પાંચ આરામાં થાય છે, એમ જણાય છે. તે ૩-૪૧૩ . પ્રશ્ન: ચક્વતીઓ માગધ તીર્થ વિગેરેમાં કેટલા અઠમ કરે છે?
ઉત્તર: (૧) માગધસ્તુપ (૨) વરદામસૂપ (૩) પ્રભાસ સૂપ (૪) વૈતાઢય-દેવસાધન (૫) તિમિસ્રાવ-સાધન (૬) નામિવિનમિદેવસાધન (૭) સિંધુદેવીસાધન (૮) ચુલ્લહિમવતું સાધન (૯) ગંગાદેવીસાધન (૧૦) નવનિધાનનું પ્રકટ થવામાં અને (૧૧) અયોધ્યા નગરીના પ્રવેશમાં-ચકવતીઓ અનુક્રમે ૧૧ અક્રમો કરે છે, એમ જંબુદ્વીપપન્નતિ સૂત્રમાં છે. અને તીર્થકર ચક્રવતીઓ અક્રમ કરતા નથી, એમ પણ શાંતિનાથ ચરિત્રમાં
છે, તે જાણવું. ૩-૪૧૪ A: ચકિપણું પામ્યા પછી ફેર ચકિપણે કેટલા કાળે પમાય? ઉત્તર:–જાન્યથી અધિક સાગરોપમ કાળે પમાય, અને ઉત્કૃષ્ટથી અનના