________________
૧૧૭ કાળે ફેર ચક્રવર્તિપણે પામી શકાય. એમ ભગવતી સૂત્ર ૧૧મા શતકમાં • છે. ૩-૪૧૫ II પ્રશ્ન: કોઈક પુરુષ મરાતા પંચેન્દ્રિય જીવને મૂકાવે, તે અભયદાન કહેવાય?
કે અનુકંપાદાન કહેવાય? ઉત્તર:–તે અભયદાન કહેવાય છે. કેમકે “શ્રી શાંતિનાથ ભગવંતના જીવે
પૂર્વ ભવમાં પારેવો મૂકાવ્યો, તે અભયદાન” એમ પુષ્પમાલાની ટીકામાં કહ્યું છે. તે ૩-૪૧૬ . ઉપધાન વહેવાવાળાને તપના દિવસમાં કલ્યાણક તિથિ આવે, તો તે
તપે કરી સરે? કે નહિ? ઉત્તર:-બાંધેલા તપ હોવાથી, તે તપે કરી સરે છે, એમ જણાય છે.
નહિંતર તો, ચૌદશ વિગેરેમાં એકાસણી કરીને આગળની કલ્યાણક તિથિ
આરાધાય છે. તે ૩-૪૧૭ | પ્રશ્ન: સર્વ નારદો મોક્ષમાં જાય? કે દેવલોકમાં પણ જાય? ઉત્તર:–નારદો મોલમાં અને દેવલોકમાં જાય છે, એમ ઋષિમંડલ ટીકામાં
કહ્યું છે. વળી તે પ્રથમ મિથ્યાત્વી હોય છે, પછી સમકિતી બને. એમ પણ તેમાં જ કહ્યું છે. અને તેઓનાં નામો ભીમ - મહાભીમ - ૨૬ - મહારુદ્ર - કાલ - મહાકાલ - ચતુર્મુખ - નવમુખ અને
ઉન્મુખ છે. ૩-૪૧૮. પ્રશ્ન: “શ્રી વીરભગવાન સિંધુદેશમાં ગયા તે વખતે ૧૫૦ સાધુઓએ અણસણ
છ્યું,” એવો પાઠ ક્યા ગ્રંથમાં છે? તે જણાવવા કૃપા કરશો. ઉત્તર:–નિશીથ ચૂર્ણિમાં તે અક્ષરો છે. તેમજ સંભળાય છે કે “વલ,
મન:પર્યવ, અવધિ અને શ્રુતજ્ઞાનીઓ તળાવ, કુવા વિગેરેનું કદાચ અચિત્ત થઈ ગયેલું પાણી જાણતા હોય, છતાં અનવસ્થાદોષ નિવારવાને માટે વાપરે નહિ.” તેવીજ રીતે વર્ધમાન સ્વામીએ શેવાલ વિનાનો ત્રસ વિગેરે જીવોથી રહિત નિર્મળ જળવાળો અને જેમાંથી તમામ જળના જીવો આવી ગયેલા હોવાથી અચિત્ત થયેલા પાણીનો ધરો જેવા છતાં, ખુબજ તરસ્યા થયેલા પોતાના શિષ્યોને તે જળ પીવાની આજ્ઞા કરી નહિ. અને અચિત્ત તલનું ભરેલું એક ગાડું દેવું, છતાં અનવસ્યા નિવારવાને