________________
૧૨૦
વાંદા દેવાનો નિષેધ કરો છો, તે શાથી?
ઉત્તર :— સામાચારી વિગેરે ગ્રંથોમાં-“ભોજન ક્યું હોય, તો વાંદણાં દીધા પછી પચ્ચક્ખાણ કરવું, એવા અક્ષરો છે. પણ ઉપવાસના દિવસે વાંદણાં દીધા પછી પચ્ચક્ખાણ કરવું, તેવો વિધિ નથી, પરંતુ મુહપત્તિ તો પડિલેહવી જોઈએ. કેમક-તેના વિના પચ્ચક્ખાણ કરવું કલ્પે નહિ, એવી સામાચારી છે. તેમજ ઉપધાનમાં પણ તેમજ કરાય છે. ૫૩-૪૨૮૫ પ્રશ્ન: પ્રતિવાસુદેવની માતા કેટલા સ્વપ્ન દેખે ?
ઉત્તર:— તે ત્રણ સ્વપ્ના દેખે છે, અજીતસિંહસૂરિ કૃત શાંતિનાથ ચરિત્રના છઠ્ઠા પ્રસ્તાવમાં કહ્યું, છે કે-પ્રત્યદ્વચળિાં શ્રીશ્ચાત્યેવામુત્તમપશ્મિનામ્। માવા સ્વપ્ન પશ્યન્ત્યાં હિ મતા “પ્રતિવાસુદેવની માતા ત્રણ સ્વપ્ન જુવે, અને બીજા ઉત્તમ જન્મવાળાની માતા એક એક સ્વપ્ન આ ચૌદમાંથી જુએ.” તેજ પ્રકારે, સમતિશત સ્થાનક ગ્રંથમાં પણ છે. વળી તે ગજ, કુંભ અને વૃષભ એ ત્રણને જીવે છે, તે પરંપરાથી જાણવું. ॥ ૩-૪૨૯ ॥
પ્રશ્ન: : સ્વયંબુદ્ધ અને પ્રત્યેકબુદ્ધ નગ્ન હોય ? કે નહીં ?
ઉત્તર :— સ્વયંબુદ્ધને પાત્રા વિગેરે બાર પ્રકારનો ઉપધિ હોય છે, તે આ પ્રમાણે છે:- પાત્રા પાત્રાનું બંધન, નીચેનો ગુચ્છો પંજણી -પડલા-રજાણ-ગુચ્છો આ સાત પાત્રનાં ઉપકરણો અને ત્રણ કપડા, ઓઘો, મુહપત્તિ એમ બાર થયા, અને પ્રત્યેક-બુદ્ધને તો જઘન્યથી ઓધો અને મુહપત્તિ એમ બે પ્રકારનો હોય, અને ઉત્કૃષ્ટથી પાત્રાનાં સાત ઉપકરણો, ઓઘો અને મુહપત્તિ એમ નવપ્રકારનો હોય છે, એમ પક્ષીસૂત્રની મોટી ટીકામાં કહ્યું છે. આ કથન મુજબ સ્વયંબુદ્ધ અને પ્રત્યેકબુદ્ધ ચોલપટ્ટો નહિ હોવાથી, કપડો છતાં પણ નગ્નજ જણાય છે. ॥ ૩-૪૩૦ ॥
·
પ્રશ્ન: આચારાંગ સૂત્રના અઢાર હજાર પઢે છે, તેમાં એક પદનું પ્રમાણ કેટલું હોય?
-
ઉત્તર :— પહેલું આચારાંગ અઢાર હજાર પદવાળું, તેથી બમણા બમણા પ્રમાણવાળા બાકીના અંગો છે. આ પ્રકારે અગીઆરે અંગોની કુલપદ સંખ્યા ત્રણ કરોડ અડસઠ લાખ અને છેંતાલીશ હજાર છે. તેમાં એક પદનું પ્રમાણ