________________
૧૧૮ માટે વાપરવાની આજ્ઞા કરી નહિ. અને સાધુસાધ્વી વિગેરેએ શ્રુતજ્ઞાન પ્રમાણે વ્યવહાર પાળવો,” એમ શ્રુતજ્ઞાન પ્રમાણ તરીકે જણાવ્યું.” એમ
આચારાંગ સૂત્રના પ્રથમ અધ્યયનના ત્રીજા ઉદેસાની ટીકામાં છે. ૩-૪૧ પ્રશ્ન: અંધારે આહાર વાપરવામાં દોષ લાગે? કે નહિ? ઉત્તર:– ઓઘનિર્યુક્તિમાં બતાવ્યું છે કે: વેવ ળિયા -લોસા જે રેવ
સંવ જિ. ને રેવ સંવડદે, તે તો સંધયામિ શા “જે દોષો રાત્રિભોજનના બતાવ્યા છે, તેજ દોષો સાંકડા પાત્રામાં વાપરવાથી થાય છે, અને જે દોષો સાંકડા મોઢાવાળા પાત્રામાં વાપરવાથી થાય છે, તે જ દોષો અંધારે વાપરવાથી થાય છે.” આ કથનથી અંધારે
વાપરવાથી રાત્રિભોજન દોષ લાગે છે, એમ જણાય છે. એ -૪૨૦ પwબ્રાહ્મી અને સુંદરી પરણેલી હતી? કે નહિ? કેટલાક કહે છે કે “ભારતે
સુંદરી સાથે વિવાહ કર્યો હતો, અને બાહુબલીએ બ્રાહ્મી સાથે કર્યો હતો.” તો બાહુબલી કાઉસ્સગ ધ્યાને રહ્યા, ત્યારે વર્ષને અંતે બ્રાહ્મી
સુંદરીએ આવીને “ભાઈ ! ગજથકી ઉતરો” એમ કેમ કહ્યું? ઉત્તર:-“ભરત અને બાહુબલીએ વિપરીતપણાએ લગ્ન કર્યું હતું” એવા
અક્ષરો આવશ્યક મલયગિરિ ટીકામાં છે, પણ તેઓએ “ભાઈ ! ગજથકી ઉતરો” એવું જે કહેલું, તે પૂર્વના ભાઈપણાના સંબંધથી બન્ને એકઠી
હોવાથી કહ્યું. માટે વ્યાજબી છે. ૩-૪૨૧ // છત: તેજલેશ્યાના પુલો સચિત્ત છે? કે અચિત્ત છે? ઉત્તરઃ-લબ્ધિ પુદગલરૂપ હોય નહિ, પણ શક્તિરૂપ હોય છે, પરંતુ જીવે
તેજલેશ્યાના પગલો પોતાના જીવપ્રદેશો સહિત મુખથી કાઢેલા છે, માટે
જીવપ્રયોગથી નીકળેલા હોવાથી સચિત્ત જણાય છે. B ૩-૪૨૨ . પ્રશ્ન: દેશવિરતિ અને સમકિતી બારમે દેવલોકે જાય? કે નહિ? ઉત્તર:–તે બન્નેય પણ ઉત્કૃષ્ટથી બારમા દેવલોકે જાય છે, તેવા અક્ષર પન્નવણા
સૂત્ર અને તેની ટીકામાં છે. ૩-૪રડા પ્રશ્ન: સમકિત પામ્યા પછી જીવ કેટલા કાળે દેશવિરતિ અથવા સર્વવિરતિ
પામે? ઉત્તર:-“સમક્તિ પામ્યા પછી ૨ થી ૯ પલ્યોપમ સુધીની કર્મોની સ્થિતિ
ઘટે, ત્યારે દેશવિરતિ પામે છે, અને સંખ્યાતા સાગરોપમ જેટલી કર્મની
હોવાથી સચિત જાતિ મુખથી કારેલા
: દેશવિરતિ અને