________________
૯૬
તિહીનું મામિ ા તિી અન્ગ વાસરે॰ આ ગાથા શ્રાદ્ધદિનકૃત સૂત્રમાં છે, અને તેનું વ્યાખ્યાન કર્યું છે કે “૮-૧૪-૧૫-આ ત્રણ તિથિઓ અજવાલી તથા અંધારી મળી છ તિથિઓ થાય છે. ઇત્યાદિક ગ્રંથને અનુસારે, અને અવિચ્છિન્ન પરંપરાએ કરી, તમામ પૂર્ણિમા અને અમાવાસ્યા પર્વપણે આરાધવીજ જોઈએ. વળી સૂયગ્યાંગ સૂત્રના બીજા શ્રુતસ્કંધમાં લેપશ્રાવકના અધિકારમાં કહ્યું છે કે- ચાડસમુદ્દિ પુળમાસિળીસુ पडणं આની વ્યાખ્યા-“ચૌદશ, આઠમ, પ્રસિદ્ધ છે, અને ઉટ્ઠિ એટલે મહા કલ્યાણક સંબંધીપણે પુણ્ય તિથિ તરીકે પ્રસિદ્ધિ પામેલી-ત્રણ ચૌમાસી પૂર્ણિમા.” આ પવરાધન બતાવ્યું, તે જેમ કાર્તિક શેઠે સો વખત પાંચમી શ્રાવક પડિમા આરાધી, તેના સરિખો આ ચરિતાનુવાદ છે, પણ વિધિવાદ નથી. જે કોઈ એક જણ આચરે, તે ચરિતાનુવાદ છે, અને બધા આચરે તે વિધિવાદ છે. વિધિવાદ હોય, તે બધાએ માનવો જોઈએ. ॥૩-૩૫૭ના
પ્રશ્ન: શ્રાવકોને ઉપધાન તપ કર્યા વિના નવકાર વિગેરે સૂત્રો ભણવા કલ્પે ? કે નહિ ?
ઉત્તર :— જેમ સાધુઓને યોગવહન કર્યા સિવાય આગમસૂત્રોનું વાંચન પઠન વિગેરે ક્લ્પતું નથી, તેમ શ્રાવકોને પણ ઉપધાન કર્યા સિવાય નવકારમંત્ર વિગેરેનું ભણવું, ગણવું કલ્પે નહિ. મહાનિશીથ સૂત્રમાં કહ્યું છે કે—
से भयवं ! सुदुक्करं पंचमंगलमहासुयक्खंधस्स विणओवहाणं पन्नत्तं, एसा नियंतणा कहं बालेहिं किज्जइ ? गोयमा ! जे णं केणइ न इच्छेजा एवं नियंतणं, अविणओवहाणेणं पंचमंगलसुअनाणमहिजड़ अज्झावेड़ वा, अज्झावयमाणस्स वा अणुनं पयाइ, से णं न भवेजा पिअधम्मे, न हवेजा दढधम्मे, न हवेजा भत्तिजुए, हीलिजा सुतं, हीलिज्जा अत्यं, हीलिज्जा सुत्तत्थोभए, हीलिज्जा गुरुं, जे णं हीलिजा सुत्तं - जाव हीलिजा गुरुं, सेणं आसायेजा अतीताणागयवट्टमाणे तित्थयरे, आसाएजा आयरिअ - उवज्झाय - साहुणो, जे णं आसाएजा सुअनाणमरिहंतसिद्ध- साहू तस्स णं अनंतसंसारसागरमाहिडेमाणस्स तासु तासु संवुड - वियडासु चूलसीइ लक्ख- परिसंकडासु सीओसिण- मिस्सजोणिसु सुझं नियंतणा इति ॥