________________
૧૦૫
પ્રશ્ન જે સાધુએ જે યોગો કરેલા ન હોય, તેનાથી તે યોગોની પેસારવાની ક્રિયા કે નિકાલવાની ક્રિયા કરાવી શકાય કે નહિ ?
ઉત્તર :— મુખ્ય વૃત્તિએ-જેણે જે યોગો વહન કર્યા હોય, તેણે જ તે જ યોગોની પ્રવેશ - નિવેશની ક્રિયા કરાવાય છે. પરંતુ તેમ ન હોય તો નન્તિ, અનુયોગ દ્વારના યોગવાહી તમામ યોગોમાં પેસાડવા કે નિકાલવાની ક્રિયા કરાવી શકે છે. કેમકે પ્રવેશ નિવેશની ક્રિયાને યોગક્રિયા સાથે સંબંધ નથી, એવી પરંપરા પણ છે. પરંતુ તેણે યોગની સર્વ ક્રિયા કરાવવી લ્યે નહિ. ૩-૩૮૫
·
પ્રશ્ન: ચાર દેવનિકાયોમાં વિમાનના અધિપતિ દેવો સમ્યક્દષ્ટ જ હોય? કે મિથ્યાદિષ્ટ હોય?
ઉત્તર :— વિમાનના અધિપતિપણે જે દેવ ઉપજે, તે સમ્યક્દષ્ટ જ હોય છે, કોઈ પણ કાળે મિથ્યાદષ્ટિ હોતો નથી. આ પ્રકારની અનાદિકાલની જગત્-વ્યવસ્થા છે, કેમકે-વિમાનના અધિપતિપણે ઉત્પન્ન થયેલ દેવ- િ मे पुव्वं करणिज्जं ? किं मे पच्छा करणिज्जं ? किं मे पुव्वं सेयं ? किं मे पच्छा सेयं ? किं मे पुव्वंपि पच्छावि हियाए सुहाए खेमाए निस्सेसा આનુમિત્તાણ્ મવિસર્? “મારે પહેલાં શું કરવા લાયક છે? અને પછી શું કરવા લાયક છે? મારે પહેલું શું કલ્યાણકારી છે? અને પછી શું કલ્યાણકારી છે? મારે પહેલાં પણ અને પછી પણ હિતને માટે, ક્ષેમને માટે, કલ્યાણને માટે, અને સદા સાથે રહેવાને માટે શું થશે?” આ પ્રકારે રાયપસેણીયમાં બતાવેલ શુભ અધ્યવસાયવાળો થઈ વિચાર કરે છે, તેથી સમકિતી જ હોય છે. કેમકે-સમકિત વિના આવો અધ્યવસાય હોય નહિ. “આ પ્રકાર રાયપસેણીયમાં સૂર્યાભદેવ સંબંધી હોવાથી ચરિતાનુવાદ છે, તેથી તમામ અન્ય વિમાનના અધિપતિઓને કેવી રીતે આ પ્રકાર લાગુ પાડો છો ?” આવી શંકા કરવી નહિ. કેમકે-અન્ય ગ્રંથોમાં બીજો પ્રકાર બતાવેલ નથી. માટે સૂભ સિવાય બીજા વિમાનના અધિપતિપણે ઉત્પન્ન થનારને પણ તે પ્રકાર કહેવો ઉચિત છે. માટેજ-વિજ્યદેવના અધિકારમાં તે જ અધિકાર વિજ્ય રાજ્યાનીમાં ઉત્પન્ન થયો કે તુરત વિજ્યદેવનો આગમમાં બતાવ્યો છે. વળી વિમાન અધિપતિ દેવોનું મિથ્યાદષ્ટિપણું સ્વીકારીએ તો, સિદ્ધાયતનમાં રહેલી જિનપડિમા મિથ્યાદષ્ટિએ ગ્રહણ કરેલી થઈ જાય, તેથી પ્રતિમાનું ભાવગ્રામપણું બતાવ્યું છે, તે નાશ થઈ જાય. [સન પ્રશ્ન-૧૪]