________________
૧૧૦ પ્રજ: ચંદ્રના પ્રકાશમાં દીવા વિગેરેની ઉજોઈ લાગે કે નહિ? ઉત્તર:-શરીર ઉપર ચંદ્રમાનો પ્રકાશ પડતો હોય, તો દીવા વિગેરેની ઉજ્જઈ
લાગતી નથી, પણ ન પડતો હોય, તો લાગે છે, એમ પરંપરા છે.
તેમજ ખરતરકૃત સંદેહ દોલાવલી ગ્રંથમાં પણ તેમજ કહ્યું છે. ૩-૩૯૪ અગ્નિ: શ્રાવકોને ત્રિફ્લાના પાણીનો વપરાશ કયા ગ્રંથમાં કહ્યો છે? ઉત્તર:-નિશીથ ભાગમાં સુવરીને મ પ આ ગાથાની ચૂર્ણિમાં તુવરીના
પ્રતિવય “તુવરફલો એટલે હરડે વિગેરે” ઈત્યાદિક કહેલ હોવાથી
ત્રિફલામિશ્રિત પાણી પ્રાસુક એટલે કે નિર્જીવ હોય છે. ૩-૩૯પા પ્રશ્ન: “આજન્મ બ્રહ્મચારી વિશેઠ અને વિજયા શેઠાણીને ભકિતપૂર્વક
ભોજન વિગેરે કરાવવામાં આવે, તો ચોરાશી હજાર સાધુઓને પકિલાભવા જેટલું પુણ્ય થાય છે.”આવા અક્ષરો ક્યા ગ્રંથમાં છે.? અને તે ક્યા
તીર્થંકરના વારામાં થયા? તે સ્પષ્ટ જણાવવા કૃપા કરશો. ઉત્તર:-આ સંબંધ પ્રવાહથી ચાલ્યો આવતો સાંભળ્યો છે, પણ બીજી પ્રકારે
તો આ પ્રમાણે છે-“વસન્તપુર નગરમાં શિવકર શેઠ શ્રી ધર્મદાસસૂરીશ્વર પાસે હર્ષપૂર્વક કહે છે કે-મારે એક લાખ સાધર્મિક ભાઈઓને ભોજન કરાવવાનો મનોરથ છે. પરંતુ, શું કરે છે તેટલું ધન મારી પાસે નથી. ”ગુરુમહારાજે તેને કહ્યું કે-“તું ભરૂચમાં મુનિસુવ્રત સ્વામીજીને વંદન કરવા જા. ત્યાં જિનદાસ નામનો શ્રાવક અને સુહાગદેવી નામની તેની સ્ત્રી શ્રાવિકા છે તે બન્નેનું વસ્ત્ર, ભોજન, અલંકાર વિગેરેથી વાત્સલ્ય કરવામાં આવે, તો લાખ સાધર્મિક ભાઈઓની ભક્તિ કર્યા જેટલું પુણ્ય થશે.” આ સાંભળી શિવંકર શેઠે તેમ કહ્યું, એટલે કે સુહાગદેવી સહિત જિનદાસની ભક્તિ કરી. પછીથી ચૌટામાં જઈ પૂછવા લાગ્યો કે “પુણ્યશાલી જિનદાસ શ્રાવક ખરેખર શ્રાવક છે? કે કપટી શ્રાવક છે?” લોકોએ તેને કહ્યું કે “હે ભાઈ ! તેનો વૃતાંત તું સાંભળ:- જિનદાસ જ્યારે સાત વરસની ઉમ્મરના હતા ત્યારે શીલોપદેશ માલાનું વ્યાખ્યાન તેણે ગુરુ પાસે સાંભળ્યું હતું. તેથી વૈરાગ્યરંગથી એકાંતર એટલે “એક દિવસ બ્રહ્મચર્ય પાળવું અને બીજો દિવસ છુટો” એમ જીંદગીનું બ્રહ્મચર્ય તેણે અંગીકાર કર્યું અને સુહાગદેવીએ પણ સાધ્વી પાસે એકાન્તર બ્રહ્મચર્ય વ્રત લીધું હતું. ભવિતવ્યતાના યોગે આ બન્નેયનું સગપણ થયું, અને વિવાહ થયો. તેથી જિનદાસને જે દિવસ મોકળો છે, તે દિવસે સુહાગદેવીને