________________
૧૧૩
ગીતાર્થોએ નગરનું ઘર શય્યાતર કર્યું હોય તે ઘરે નગર તથા પરાના ગીતાથએ આહાર વિગેરે લેવાય નહિ. પણ પરસ્પર તે ઘર જણાવવું જોઈએ. તેમજ વૃદ્ધ ગીતાર્થ પર કરેલું શય્યાતર ત્રણ ગાઉ સુધી મુખ્ય વૃત્તિએ સર્વ સાધુઓએ વર્જવું જોઈએ. પણ હાલમાં તે વિધિ સાચવાતો નથી, તો પણ જાણવામાં આવે તો સાચવવો, એમ પરંપરા
વળી, જયાં રાત્રિયાસો રહી તે સ્થાનથી જે વેળાએ વિહાર કર્યો હોય, તે વેળાથી બીજા દિવસની તેટલી વેળા થઈ ગયા બાદ તે શય્યાતર
ગણાતો નથી. એમ આવશ્યક ટીપારમાં કહ્યું છે, તે જાણવું. ૩-૪૦રા પસ; સામાયિક, પોસહ વિનાનો શ્રાવક સ્થાપનાચાર્યને પડિલેહતાં, પડિલેહણા - પડિલોહાવો ! એવો આદેશ માંગી પડિલેહે? કે નહિ? ઉત્તર:–મોકળો શ્રાવક પડિલેહણાનો પહેલો આદેશ માગી, મુહપતિ પડિલેહી,
ધોતીયું બદલી, સ્થાપનાચાર્યનું પડિલેહણ કરે છે. પણ સામાયિક, પોસહ સિવાર પડિલેહાણા પડિલેહાવોજી એ આદેશ માગે નહિ, એમ પરંપરા
છે. આ૩-૪૦૩ પ્રશ્ન; ગુરુએ નાની દીક્ષા આપ્યા બાદ, અને વડી દીક્ષા થયા પહેલાં યોગવહન V ક્યાં હોય, તેવો સાધુ પડિકામણ માંડલીમાં અતિચાર વિગેરે સૂત્રો ન કહી શકે? કે નહિ? ઉત્તર:-વડી દીક્ષા થયા પહેલાં સાધુને માંડલીમાં અતિચાર વિગેરે સૂત્રો
કહેવા કર્ભે નહિ, એમ પરંપરા છે.૩-૪૪ # તમામ તીર્થકરોની માતાઓ મુખમાં પેસતાં ચૌદે સ્વપ્ન દેખે? કે કેટલાક
દેખે? ઉત્તર: તમામ તીર્થકરોની માતાઓ મુખમાં પેસતાં ચૌદે સ્વપ્નાને દેખે છે
એમ સમફત રહસ્યની ટીકામાં વસન્તો મુહાવુ આ વાક્યથી કહ્યું છે. હેમચંદ્રસરકત વીરચરિત્રમાં પણ તેમજ કહયું છે. તેમજ હારિભદ્રીય ટીકામાં “દેવાનંદાએ પેસતાં અને નીકળતાં સ્વપ્નો જોયાં અને ત્રિશલાએ પેસતાં જોયા” એમ કહ્યું છે. તથા અચિરામાતા ચૌદ સ્વપ્નોને મુખમાં પેસતાં જુએ છે.” એમ વેશમરત્ન શાંતિનાથ ચરિત્રમાં કહ્યું છે. તેથી ચૌદે સ્વપ્ના મુખમાં પેસતાં જુએ છે. ૩-૪૦૫
સિન પ-૧૫]
/ દેખે?