________________
૧૦૧
ઉત્તરઃ–પ્રતિષ્ઠિત જિનપડિમાના ફેર નામ લાંછન વિગેરે કરવું કહ્યું નહિ.
કદાચ જરૂરી કાર્યને અંગે કરવું પડતું હોય, તો તે કર્યા બાદ પ્રતિષ્ઠિત વાસક્ષેપ વિગેરેથી શુદ્ધિ થાય છે, એમ પૂજ્યપાદ શ્રીવિષાહરસૂરીશ્વરજી મહારાજની શિખામણ છે. ૩-૩૭૪ : વાર જોયા છે. આ ગાથા અનુસાર ગ્રીષભાદિક તીર્થકરોના સમોસરણનું પ્રમાણ ઉસેધ અંગુલથી બનેલ યોજનોએ કરી કહેવાય છે? કે બીજી
રીતે?
ઉત્તર:-આ ગાથાએ ઉત્સધ અંગુલના બનેલ યોજનથી, સમોસરણનું માન
બતાવ્યું તે મતાંતર છે, અને “આ ગાથાની પરંપરા જણાતી નથી”
એમ સમોસરણની અવચરિમાં કહ્યું છે. ૩-૩૭પા પ્રશ્ન: રાષભદેવ સ્વામીને શ્રેયાંસકુમારે ઘણા શેલડીના રસના ઘડાઓએ કરી
પારણું કરાવ્યું? કે રસના એક ઘડાએ પારણું કરાવ્યું? તે પાઠ પૂર્વક
જણાવવા કૃપા કરશો? ઉત્તર:–ષિમંડલ વૃત્તિમાં ૭મે પાને બતાવ્યું છે કે- “નિરવઘ આહાર
માનીને હર્ષથી રોમાંચવાળા બનેલ શ્રેયાંસકુમાર તાજા શેરડી રસના ભરેલા ઘડાઓ ઉપાડી ભગવાન પાસે ગયો. અને અમરકવિએ બનાવેલ પદ્માનંદ કાવ્યના તેરમા સર્ગમાં કહેલ છે કે- તે વખતે કોઈએ તાજા શેરડીના રસના ભરેલા ઘડાઓ શ્રેયાંસકુમારના ગૃહદ્વારમાં ભેટ તરીકે મૂક્યા. જાતિસ્મરણ જ્ઞાનવાળો તે કુમાર આ રસ ભિક્ષાના દોષો વિનાનો અને કખ છે એમ માનીને ભગવાન પાસે જઈ કહેવા લાગ્યો કે-“હે ભગવાન! આ ભિક્ષા ગ્રહણ કરો!” પ્રભુએ પણ બે હાથ ભેગા કરીને તે હાથ રૂપી પાત્ર આગળ ધર્યું, તેમાં શ્રેયાંસકુમાર તે ઘડાઓનો રસ નાંખવા લાગ્યો.” અને હેમચન્દ્રસૂરિસ્કૃત અષભદેવ ચરિત્રમાં બતાવ્યું છે કે આ અવસરે શ્રેયાંસકુમારને કોઈએ શેરડીના તાજા રસથી ભરેલા ઘડાઓ હર્ષથી ભેટ ધથી, તેથી નિદૉષ ભિક્ષાદાનનો ભાર તે કુમાર ભગવાનને કહેવા લાગ્યો કે “હે ભગવાની યોગ્ય એવો આ રસ આપ ગ્રહણ કરો.” પ્રભુએ પણ બે હાથ ભેગા કરીને તે હાથ રૂપી પાત્ર ધારણ કર્યું. તેમાં તે ઘડાઓ શ્રેયાંસકુમાર ઉપાડી ઉપાડીને ઠલવવા લાગ્યો!” તથા અન્તર્વાચ્યમાં અને વસુદેવ હીંડી પ્રથમ ખંડમાં પણ આવું જ લખે છે, તેથી ઘણા ગ્રંથોના પ્રમાણથી શેરડી રસના ઘણા ઘડાઓથી પ્રભુને