________________
૧૦૨
પારણું થયું. અને આવશ્યક મૂર્ણિમાં-‘તાહે સયં ચેવ હોગલ્સ રસષડાં મહાય માવસુદ્ધાં પડિકાસુદેળ વાળેળ ડિમેસ્લામિત્તિ’- તે અવસરે શ્રેયાંસ કુમાર પોતે ઈક્ષુરસનો ઘડો ઉપાડીને ભાવશુદ્ધ, તથા પ્રતિગ્રાહક શુદ્ધ, અને ત્રિકરણ શુદ્ધ, એવા દાને કરી ભગવાનને પડિલાભીશ એમ બતાવેલ છે. તેમજ આવશ્યક નિર્યુક્તિ, તેની હારિભદ્રીય ટીકા, તથા બાર હજારી ટીકા, વર્ધમાનસૂરિકૃત ઋષભદેવ ચરિત્ર અને કલ્પકિરણાવલી વિગેરે ગ્રંથો અનુસાર “એક ઇંતુ રસના ઘડાએ કરી ભગવાનને પારણું થયું” એમ જણાય છે. માટે રસઘડા સંબંધી એક, અનેકનો નિર્ણય તો સર્વજ્ઞ ભગવાન જાણે. ૫૩-૩૭૬ના
"9
પ્રશ્ન: ત્રીજા વિગેરે ઉપધાનોમાં સાત ખમાસમણા દેવરાવાય છે, તે વિધિ ક્યા પાનામાં છે?
ઉત્તર :— ત્રીજા વિગેરે ઉપધાનમાં સાત ખમાસમણા આપવાનું વિધાન વિધિપાનામાં દેખાતું નથી. તો પણ પરમગુરુ શ્રી વિજ્યહીર સૂરીશ્વરજી મહારાજાનો હુક્મ છે કે-“આગળ માલારોપણ વખતે ત્રીજા વિગેરે ઉપધાનોનો સમુદ્દેશ અને અનુજ્ઞા કરી દેવાય છે, તેથી તેઓનો ઉદ્દેસ પણ કરવો જોઈયે.” તેથી સાત ખમાસમણ દેવરાવવા જોઇએ. ॥૩-૩૭૭॥
: ળવીસ નોયન ઈત્યાદિ ગાથા કયા અંતર્વોચ્યોમાં છે? અને કેવી રીતે બંધ બેસતી કરવી ?
ઉત્તર :— આ ગાથા ઘણા અંતર્વાથ્યના પુસ્તકોમાં જોવામાં આવતી નથી, કલ્પકિરણાવલી વૃત્તિમાં જેવામાં આવે છે. ગણતરીની ઘટના માત્ર ઈંદ્રે રચેલા લશોના પ્રમાણની અપેક્ષાએ કરી શકાતી નથી, પરંતુ, ઈંદ્ર, સામાનિકદેવ, વિમાન અધિપતિ, અને છૂટા દેવોએ કરેલા તથા કરાવેલાથી, તે સંભવે પણ છે. વળી ત્રિષષ્ટિ ઋષભદેવ ચરિત્રમાં તો-“પોતાના સ્વામીનો હુકમ બજાવતા આભિયોગિક દેવો, અન્ય કુંભોથી તે કુંભોને ભરવા લાગ્યા. ભગવાનના સ્નાત્ર મહોચ્છવમાં ઈંદ્રના વારંવાર ખાલી થયેલ ઘડાઓને, જેમ ચક્રવર્તીના નિધાનશો થદેવો ભરે, તેમ ભરવા લાગ્યા, અને તે વારંવાર ખાલી થતા તથા ભરાતા ફરતા કુંભો, અરઘટ્ટની ઘડીઓ માફક શોભવા લાગ્યા, આ પ્રકારે અમ્રુત ઈંદ્રે ક્રોડો કુંભોએ કરી ઈચ્છા મુજબ ભગવાનનું સ્નાત્ર ક્યું, પણ આશ્ચર્ય છે કે-તે સ્નાત્રે પોતાના આત્માને પવિત્ર કર્યાં! આ પાઠ અનુસારે કેટલાક લશો સ્નાત્રમાં