________________
૯૫ मुक्खसाहगाणं, साहुणो भगवंतो इह अवयरंतु, भगवइओ साहुणीआ इह अवयरंतु, साहुसाहुणीसावयसाविआकयं पूअं पडिच्छंतु, सव्वसिद्धिं ફિરંતુ સ્વીકા- આ મંત્રે ત્રણ વખત વાસક્ષેપ કરવો. આ પ્રમાણે વર્ધમાન સૂરિકૃત આચાર દિનકર ગ્રંથમાં છે. માટે ઈત્યાદિક ગ્રંથને અનુસાર આચાર્ય વિગેરેની મૂર્તિ તથા દેરીની પ્રતિષ્ઠાના અક્ષરો જાણવા. ૩-૩૫દા - શ્રાવકો ચાર પર્વ તિથિમાં ચોથભક્ત વિગેરે કરે છે, તે ચાર પર્વો કયા ગણાય? -ચૌદશ, આઠમ, અમાવાસ્યા અને પૂનમ આ ચાર પર્વતિથિઓ છે, એમ યોગશાસ્ત્ર ટીકામાં વાવ્ય રતુથરિ એ શ્લોકના વ્યાખ્યાનમાં કહ્યું છે, તે જ પ્રમાણે પ્રવચન સારોબારમાં પણ કહ્યું છે, અને શ્રાદ્ધવિધિમાં તથા પ્રતિકમણ સૂત્રની ટીકામાં કહ્યું કે- “આઠમ, ચૌદશ, પૂર્ણિમા અને અમાવાસ્યા આ પર્વતિથિઓ છે, તે એક માસમાં છ હોય છે, અને પખવાડીયામાં ત્રણ હોય છે. તેમજ બીજ, પાંચમ, આઠમ, અગીઆરસ અને ચૌદશ આ પાંચ તિથિઓ ગૌતમ ગણધર મહારાજાએ કહેલી છે. બીજ-બે પ્રકારના ધમરાધન માટે, પાંચમ-જ્ઞાનનિમિત્તે, આઠમ-આઠ કર્મના ક્ષય માટે, અગીઆરસ-૧૧ અંગની આરાધના માટે, અને ચૌદશ- ચૌદ પૂર્વની આરાધના માટે છે. આ પાંચ તિથિઓ જ્યારે પૂનમ અને અમાવાસ્યા સાથે ગણીએ, ત્યારે દરેક પખવાડીયામાં ઉત્કૃષ્ટથી છ પવી થાય છે.” તેમજ ભગવતી ટીકામાં ઉમિક શબ્દ કરી અમાવાસ્યા કહી છે. વિપાક સૂત્ર ટીકામાં પણ તેમજ છે. વળી
બળ, વીર્ય, પુરષકાર ને પરાક્રમ છતાં આઠમ, ચૌદશ, જ્ઞાનપંચમી, પજુસણ અને ચોમાસીના દિવસમાં જે ઉપવાસ છ8, અઠ્ઠમ ન કરે, તેને પ્રાયશ્ચિત્ત આવે.” એમ ઓગાગીશમા પંચાશકની ટીકા વિગેરે અનેક ગ્રંથમાં પંચમીને ગણાવી છે, અને પંચમી પર્વતરક મહાનિશીથમાં પણ કહી છે. અહીં કોઈ શંકા કરે છે કે જે આમ છે, તો ત્રણ, ચાર, પાંચ અને છ તિથિઓ તપસ્યા, શીલ વિગેરે પાળી આરાધવી જોઈએ. ઉત્તર આપે છે કે-જે સંપૂર્ણ શક્તિ હોય, તો તમામ આરાધવી અને છેવટે યથાશક્તિ-એક પણ આરાધન કરનારને કોઈ દોષ નથી. તથા-છબ્દ